શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદઃ , સોમવાર, 28 સપ્ટેમ્બર 2015 (12:38 IST)

આસારામને છોડાવવા ગેંગ સક્રીય

આસારામ અને સાંઈના નજીકના વાસુ અને સેજલ સહિતની ૧૭ ખૂંખાર ગેંગ બાપ દીકરાને છોડાવવા માટે ધમપછાડા હાથ ધર્યાં છે. તેવામાં રેકી કરી પ્લાન બનાવનાર દંપતીની ક્રાઈમ બ્રાંચે પૂછપરછ કરી જેમાં ચોંકાવનારી વિગતો ખૂલી છે. 
 
બેંગ્લોરમાં ચાર ચોરી કરનાર દંપતીની ગેંગે અમદાવાદમાં કેટલી ચોરી અને લૂંટફાટ કરી તેની તપાસ ક્રાઈમબ્રાંચે હાથ ધરી છે. બીજી તરફ હથિયારની ટ્રેનિંગ પણ દિલ્હીવાળો સંજય આપવાનો હતો તેના સાથે અન્ય કેટલા સાધકોએ ટ્રેનિંગ લીધી છે તેની તપાસ હાથ ધરી છે. વાસુ સહિત ૧૭ની ખૂંખાર આસારામ સાધક મંડળીએ અમદાવાદ સહિત ગુજરાતમાં કેટલી લૂંટો અને ચોરી કરી હોવાની શંકા આધારે ક્રાઈમની એક ટીમે તપાસમાં લાગી ગઈ છે.
 
આસારામ અને સાંઈ સામે ગંભીર ગુના દાખલ થયા બાદ તેમની ધરપકડ થઈ હતી ત્યારબાદ ફરિયાદી અને સાક્ષીઓના તટસ્થ નિવેદનના કારણે બાપ દીકરાને જામીન મળ્યા ન હતા તેથી ખૂંખાર ગેંગ સક્રિય બની હતી અને સુરત, રાજકોટ, ઉત્તરપ્રદેશ, જોધપુર, અને પાનીપતમાં પણ આ ગેંગ સાક્ષીઓ પર હુમલા કર્યા હતાં. હુમલા બાદ સુરતમાં ફરિયાદ નોંધાતા ૧૭ સહિતના તેમના ટેકેદાર સાધકો ફરાર થઈ ગયા હતા સુરતથી નિકળી અલગ અલગ આશ્રમમાં જ ગયા હોવાની ચર્ચા હતી.
 
વાસુ અને સેજલને લાખો રૂપિયા આશ્રમના ફંડમાંથી મળ્યા હોવાનું ક્રાઈમબ્રાંચની પૂછપરછમાં ખુલ્યું છે ત્યારે આ ફંડના રૂપિયા કયા મોજશોખમાં કે પછી અન્ય કામમાં વાપર્યા તેની તપાસ ક્રાઈમબ્રાંચે હાથ ધરી છે. દરમ્યાનમાં તેઓ લૂંટફાટ અને ચોરી કરી તેમાંથી એક કરોડનું ભંડોળ ભેગું કરી સાક્ષી અને ફરિયાદીઓને મારવાનું નક્કી કર્યું હતું. તથા તેની સાથે તેઓ હથિયારની ટ્રેનિંગ પણ લેવા તૈયાર થયા હતા. હુમલા માટે પૈસા ભેગા કરવા વાસુ કેબલના નામે બેંગ્લોરની અનેક સોસાયટીઓમાં ચોરી કરી હોવાનું  ક્રાઈમ બ્રાંચે જણાવ્યું હતું. 
 
હથિયાર અને અન્ય શસ્ત્રોની કયા સાધકોએ ટ્રેનિંગ લીધી છે તે અંગે ખાનગી તપાસ હાથ ધરાઈ છે. બીજી તરફ દિલ્હીવાળો સંજય કયાં છે તેની શોધખોળ ક્રાઈમબ્રાંચે હાથ ધરી છે. અમદાવાદમાં ચોરી અને અનેક લૂંટોના ભેદ ઉકેલાયા નથી ત્યારે તે ચોરી અને લૂંટોમાં સાધકોની ખૂંખાર ગેંગનો હાથ હોવાની શંકા ક્રાઈમે વ્યક્ત કરી છે તો બેંગ્લોરની જેમ અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોને પણ ટાર્ગેટ બનાવ્યા હોવાની શંકા છે.