શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 19 એપ્રિલ 2014 (14:04 IST)

ઇડરને મળ્યું રાષ્ટ્રીય ગૌરવ

“યુનિક યુ ઇન્ટરનેશનલ સ્કૂલ, ઇડર ના બાળકો ગણિતના રાષ્ટ્રીય મહોત્સવમાં પ્રથમ આવ્યા.

ભારતના વિદ્યાર્થીઓમાં ગણિત પ્રત્યે રુચિ જાગૃત થાય તથા ગણિતનો વ્યવહારીક ઉપયોગ કરતા થાય એ માટે ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સક્લબ છેલ્લા સાત વર્ષથી ભારતના વિવિધ રાજ્યોમાં રાષ્ટ્રીય ગણિત મહોત્સવનું આયોજન કરે છે. આ વર્ષના ૮ માં રાષ્ટ્રીય ગણિત મહોત્સવનું આયોજન રાજકોટ ખાતે થયું હતું તેમાં ભારતના ૧૮ જેટલા રાજ્યોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

યુનિક યુ ઇન્ટરનેશનલ સ્કૂલ, ઇડરના બે વિદ્યાર્થીઓ નિખર્વ જીગ્નેશભાઈ પટેલ અને સ્ટેવીન સુરેશભાઈ પટેલ ક્વીઝમાં રાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધા માટે પસંદગી પામ્યા હતા. ફાઈનલ રાઉન્ડમાં યુનિક યુ ઇન્ટરનેશનલ સ્કૂલ, ઇડર ના આ બે વિદ્યાર્થીઓ લેખિતમાં રાષ્ટ્રીય સ્તરે પ્રથમ અને મૌખિકમાં રાષ્ટ્રીય સ્તરે બીજા ક્રમે આવ્યા હતા. ૧૮ રાજ્યોના બાળકોની વચ્ચેની સ્પર્ધામાં ઇડરના બાળકોએ આવો ઉત્કૃષ્ઠ દેખાવ કરી ઇડર, સાબરકાંઠા અને ગુજરાતનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું છે.

યુનિક યુ ઇન્ટરનેશનલ સ્કૂલ, ઇડર ની સ્થાપનાના બીજા જ વર્ષે જે આં રાષ્ટ્રીય સ્તરની ઝળહળતી સફળતા મળી છે તેના મૂળમાં શાળાના પદ્ધતિસરના પ્રયત્નો છે.આ શાળામાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને GK માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી પ્રાથમિક કક્ષાએથી જ કરાવવામાં આવે છે. આ વિષયોમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે તાલીમ અને સાહિત્ય શાળા દ્વારા જ અપાય છે. અહીં વૈદિક ગણિતની નિયમિત વિષય તરીકે તાલીમ આપવામાં આવે છે. આ પ્રકારના શાળાના યોગ્ય વાતાવરણ અને પદ્ધતિસરની તાલીમને કારણે સ્થાપનાના બીજાજ વર્ષે આ શાળાના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા બન્યા છે.

સુરેશભાઈ પટેલ, વાલી (ભાણપુર) ના જણાવ્યા પ્રમાણે: “મારો દીકરો સ્ટેવિન બે વર્ષથી આં શાળામાં અભ્યાસ કરે છે. શાળાના વિવિધ પ્રયત્નોથી તેનામાં વધેલા આત્મવિશ્વાસ ની સાથે ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીનું પાયાનું જ્ઞાન પણ પાકું થયું છે. રાષ્ટ્રીય સ્તરે મારા દીકરાને મળેલ સફળતાથી હું ખૂબ જ ખુશ છું અને શાળા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.”