બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદઃ , ગુરુવાર, 30 જુલાઈ 2015 (10:52 IST)

ઉત્તર ગુજરાતમાં અનરાધાર વરસાદ

ઉત્તર ગુજરાતમાં અનરાધાર વરસાદથી ભારે તબાહી સર્જાઇ છે. રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને બનાસકાંઠામાં સેનાને મદદ માટે મોકલાઇ છે. આ મેઘતાંડવથી ધરોઇ ડેમ પણ છલોછલ થતાં ડેમમાંથી ૧,પ૦,૦૦૦ ક્યુસેક પાણી નદીમાં છોડાઇ રહ્યું છે. ધરોઇ ડેમનું પાણી આઠેક કલાકમાં સાબરમતી રિવરફ્રન્ટ આવી પહોંચવાનું હોઇ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ખાસ કરીને ‌રિવરફ્રન્ટમાં નીચેના ‘વોક-વે’ માટે એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદીઓ માટે સાબરમતી નદીનો નજારો નયનરમ્ય બન્યો છે. નદી ઉપરના બ્રિજ પરથી પણ સેંકડો લોકો બે કાંઠે પુરજોશમાં વહેતી નદીનાં નીરને જોવા એકઠા થાય છે. કેટલાક શોખીનો ‌રિવરફ્રન્ટના વોક-વે ઉપર લટાર મારવાનો આનંદ માણે છે, પરંતુ  સાબરમતી નદી પરના ધરોઇ ડેમમાંથી આજે સવારે છ વાગ્યે ૮૩,૦૦૦ ક્યુસેક પાણી છોડાયા બાદ હવે સવારે નવ વાગ્યે વધારાનું પાણી છોડાઇને કુલ દોઢ લાખ ક્યુસેક પાણી છોડાતાં કોર્પોરેશન સતર્ક બન્યું છે. મ્યુનિ. ફાયરબ્રિગેડના વડા એમ.એફ. દસ્તૂર કહે છે કે, ‘ધરોઇના ડેમમાંથી પાણી છોડવાથી સાબરમતી રિવરફ્રન્ટના નીચેના વોક-વે ઉપર જવાનું નાગરિકોએ ટાળવું જોઇશે. ‌રિવરફ્રન્ટના નીચેના વોક-વે માટે એલર્ટ જાહેર કરાયું છે.’