શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 26 ડિસેમ્બર 2013 (15:42 IST)

ઉત્તરાયણ આ વખતે લોકોનાં ખિસ્સા પણ કાપી નાખશે

P.R
ઉત્તરાયણમાં આ વર્ષે પતંગ રસિયાઓએ વધુ નાણા ખર્ચાની તૈયારી રાખવી પડશે. પતંગની કિંમતમાં ૧૮ થી ૨૦ ટકાનો વધારો થતાં રૃ।. ૫ થી નીચે સારો પતંગ મળી શકશે નહીં. એટલું જ નહિ ખાલી ફીરકીની કિંમતમાં પણ ૧૫ થી ૨૦ ટકાનો વધારો થતાં મોંઘવારી સ્પષ્ટ વર્તાઇ છે.

પતંગ રસિકોની પ્રિય ઉત્તરાયણના તહેવાર ઉજવનારાઓનો મોટો વર્ગ ૧૪મી જાન્યુઆરીની આતુતરતાપૂર્વક રાહ જોઇ રહ્યો છે. આ તહેવારને આડે હવે માંડ બે અઠવાડિયા જ બાકી રહી ગયા છે. ત્યારે નાના બાળકો આ વર્ષે કયો દોરો મંજાવવો, તેનું કાઉન્ટ-ડાઉન કરી રહ્યા છે.

આ વર્ષે ઉત્તરાયણ મોંઘી પડવાનું ચિત્ર સપાટી પર આવ્યું છે. માત્ર પતંગ જ નહિ પરંતુ ફીરકી, દોરા સહિતના ઉત્તરાયણનો તહેવાર ઉજવવા માટે જરૃરી તમામ સામગ્રીની કિંમતમાં ૧૦ થી ૨૦ ટકાનો વધારો થતાં પતંગ રસિકોએ ખિસ્સા હળવા રાખવા પડે એમ છે.

હોલસેલ પતંગ-દોરાના અગ્રણી વેપારીના જણાવ્યા મુજબ આ વર્ષે ખંભાતી પતંગની કિંમતમાં સરેરાશ ૧૮ થી ૨૦ ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત લાકડાની ખાલી ફીરકીની કિંમતમાં પણ ૧૫ થી ૨૦ ટકાનો સરેરાશ વધારો થયો છે. પરિણામે સ્વાભાવિકપણે જ ગ્રાહકો પર તેનો બોજ વધશે.

આ ઉપરાંત દોરાની કિંમતમાં પણ વધારો નોંધાયો છે. જો કે પતંગની સરખામણીએ તે ઓછો છે. દોરાની કિંમતમાં સરેરાશ ૫ થી ૭ ટકાનો વધારો આવ્યો છે. પતંગ-દોરા અને ફીરકીમાં ભાવવધારાને કારણે આ વર્ષે ગ્રાહકોએ ખિસ્સા હળવા કરવાની તૈયારી રાખવી પડશે.