બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 8 જાન્યુઆરી 2015 (17:03 IST)

ઉત્તરાયણ નજીક આવતા વિવિધ ખાદ્ય ચીજવસ્તુઓનું પણ બજારમાં આગમન

ઉત્તરાયણ પર્વને આડે એક સપ્તાહ જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે શહેર સહિત જિલ્લાભરમાં નાના ભૂલકાઓથી માંડી મોટેરાઓમાં પર્વને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે ઉત્તરાયણ પર્વ નજીક આવતા જ પર્વને અનુરૃપ વિવિધ ખાદ્ય ચીજવસ્તુઓનું પણ બજારમાં આગમન થઈ ગયું છે. ખાસ કરીને સીંગની ચીક્કી, તલસાંકડી, તલના લાડુ, મમરાના લાડુ, ડ્રાયફુટ ચીક્કી, કોકોનટ ચીક્કી તેમજ હની ચીક્કી જેવી વેરાયટીઓ હાલ બજારમાં જોવા મળી રહી છે. જો કે મોંઘવારીની અસર ચીક્કીના ભાવો પર પણ વર્તાઈ રહી છે. જો કે ચીક્કીના ભાવોમાં ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ૧૦ થી ૧૨ ટકા જેટલો ભાવવધારો નોંધાયો છે.

ઉત્તરાયણ નજીક આવતાં જ વિવિધ પ્રકારની તૈયારીઓમાં પતંગરસિયાઓ પરોવાઈ જાય છે. પતંગ-દોરીની ખરીદીની સાથે સાથે વિવિધ પ્રકારની નાસ્તાપાર્ટીનું આયોજન કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં વિવિધ પર્વોની સાથે સાથે પર્વને અનુરૃપ વાનગીઓ પણ જોડાયેલી છે. મકરસંક્રાતિમાં તલ ચીક્કી, સીંગ ચીક્કી, રાજગરા, ગોરપાપડી જેવી વેરાઈટીઓ આગવુ સ્થાન ધરાવે છે. હાલ ઉત્તરાયણ નજીક આવતાં ઉત્તરાયણ પર્વ પર ખાસ વેચાતી વિવિધ પ્રકારની ચીક્કી, મમરાના લાડુ, વિવિધ પ્રકારની અજમેરી આઈટમો બજારમાં જોવા મળી રહી છે. શહેરના વેપારીઓ દ્વારા હાલ ગ્રાહકોની માંગને અનુરૃપ આકર્ષક પેકીંગ સાથે તલની વિવિધ ચીજવસ્તુઓ વેચાણ અર્થે મુકી દેવામાં આવી છે. ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે રોમટીરીયલના ભાવમાં વધારો થતાં વિવિધ ચીક્કીઓના ભાવમાં ૧૦ થી ૧૨ ટકા જેટલો વધારો નોંધાયો છે. ભાવવધારો નોંધાવવા છતાં પર્વને અનુરૃપ લોકો ખાદ્યાસામગ્રીની ખરીદી કરતા હોય છે.
એક વેપારીના જણાવ્યા અનુસાર ગત વર્ષની સરખામણીમાં રોમટીરીયલનો ભાવ વધતા આ ભાવવધારો નોંધાયો છે.

વિવિધ વાનગીના ભાવ  વેરાયટી    ભાવ/પ્રતિ -    કિલો(રૃા.)
સીંગની ચીક્કી                                     ૧૫૦ થી ૧૯૦
તલની ચીક્કી                                      ૧૭૦ થી ૨૦૦
માવા ચીક્કી                                        ૧૭૦ થી ૨૦૦
ડ્રાયફ્રુટ ચીક્કી                                     ૩૬૦ થી ૪૦૦
કોકોનટ ચીક્કી                                    ૧૮૦ થી ૨૦૦
મમરાના લાડુ                                     ૧૫૦ થી ૧૮૦
કચરીયુ                                              ૧૮૦ થી ૨૦૦
હની ચીક્કી                                          ૫૦૦ થી ૬૦૦
સોન વડો                                            ૧૪૦ થી ૧૬૦
ગજક                                                             ૧૮૦