ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગાંધીનગર , સોમવાર, 1 સપ્ટેમ્બર 2014 (12:48 IST)

એક દાયકામાં ગુજરાતમાં 412 વ્હેલ શાર્કને બચાવવામાં આવી

. શનિવારે ઈંટરનેશનલ વ્હેલ શાર્ક ડે નિમિત્તે સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમા હાજર અગ્રવન સંરક્ષક ડો. સી.એન.પાંડેએ કહ્યુ કે ગુજરાતમાં લાંબા સમયથી વ્હેલ શાર્ક સંરક્ષણ માટે પ્રયાસો થઈ રહ્યા છે. જેમા 10 વર્ષમાં 412 વ્હેલ શાર્કને રેસ્ક્યુ કરવામાં આવી. જે વ્હેલ શાર્ક માછીમારો દ્વારા પથરાયેલ જાળમાં અકસ્માતે ફસાય જતી હોય છે તેવી વ્હેલ શાર્કને બચાવી લેવામાં આવી. જે અમારી માટે સિદ્ધિ સમાન છે. . 
 
માત્ર એક દાયકા પહેલા વ્હેલ શાર્કની (Rhincodon)નિર્દયતાથી ગુજરાતના દરિયા કિનારે શિકાર થતો હતો. આ કતલ બંધ કરવા માટે તેન ભારતીય કાયદા હેઠલ રક્ષણમાં લેવામાં આવી. આ પહેલી માછલી હતી જેને વર્ષ 2004માં શિડ્યુલ -1 ભારતીય વન્યજીવન (સંરક્ષણ) કાયદો 1972 હેઠળ સમાવેશ કરાયો. 
 
ગુજરાત વન વિભાગે ઈંટરનેશંલ ફંડ માટે એનિમલ વેલફેર ભારત વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ અને ટાટા કેમિકલ્સ સાથે હાથ મિલાવ્યા અને વ્હેલ શાર્ક સંરક્ષણ અભિયાન શરૂ કર્યુ.  
 
અમે અત્યાર સુધીમાં 65 લાખ રૂપિયા વળતર પેટે માછીમારોને આપ્યા છે. વ્હેલ શાર્કના રેસ્ક્યુ દરમિયાન તેમની જાળને કાપી દેવામાં આવે છે. જેની ભરપાઈ પેટે આ રકમની ચૂકવણી થયેલ છે.  
 
આ આયોજનમાં અમુક માછીમારો અને વન રક્ષકોને તેમની કામગીરી બદલ સન્માનિત કરાયા હતા.