ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 11 સપ્ટેમ્બર 2014 (17:59 IST)

કચ્છ જિલ્લાની ક્રિક નધણિયાત અને ખુલ્લી

કચ્છ જિલ્લાના દક્ષિણે આવેલો મુન્દ્રા તાલુકો દરિયાઈ પટ્ટીવાળો વિસ્તાર છે. જ્યાં ખુલ્લા સમુદ્રમાંથી નિકળતી નાની-મોટી પેટા ક્રિકોની સંખ્યા ઘણી આવેલી છે. આ ક્રિક વિસ્તારમાં સૃથાનિક માછીમારો દ્વારા માછીમારી કરવામાં આવે છે તે સિવાય આ ક્રિકો નધણિયાત અને ખુલ્લી રહે છે. વળી, આ ક્રિક વિસ્તાર સુધી પહોંચવા માટે આંતરિક રસ્તાઓ હોવાથી ગમે ત્યારે કોઈ પણ ત્યાં સુધી પહોંચી શકે તેમ છે. અને ક્રિકોની આજુબાજુવાળો વિસ્તાર દુર્ગમ અને ગીચ ઝાડીવાળો હોવાથી ભવિષ્યમાં આ ક્રિક વિસ્તારમાં શંકાસ્પદ અવરજવર થાય તેમજ દેશ વિરોધી તત્વો આ ક્રિકનો ગેરઉપયોગ કરે તેવી શકયતા અને દહેશત સેવાઈ રહી છે. જેથી આ વિસ્તારમાં કડક પોલીસ પેટ્રોલિંગ અને પોલીસ ચોકી પોઈન્ટ બનાવવા માટે માંગ થઈ રહી છે.

મુન્દ્રામાંથી એક વર્ષ અગાઉ ગુજરાતના મુખ્યમંત્રી અને મુન્દ્રાના ધારાસભ્ય અને હાલના રાજ્યમંત્રીને લેખિતમાં અરજી કરી આ બાબતે જાણ કરી હોવા છતાં આ સંવેદનશીલ મુદ્દા પર યોગ્ય કોઈ તપાસ કે કાર્યવાહી કરવામાં આવી નથી. મુન્દ્રા વિસ્તારમાં ગોયરસમા અને લુણી ગામ પાછળ ભોળા પીરની દરગાહ વિસ્તારની ક્રિક, પાંચ નાલા જુના બંદર માર્ગ વાળી ક્રિક, ડોયલો ક્રિક અદાણી પોર્ટ રોડ, નવીનાળ આઈલેન્ડ ભરાડી માતાના ઢૂંવા પાસે બોચા ક્રિક તથા અદાણી પોર્ટ અંદર દીવાદાંડી પાસેના વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ જરૃરી છે. દરિયાઈ વિસ્તાર માટે મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશન બનાવવામાં આવેલ છે. પણ મરીન પોલીસને મુન્દ્રાના ગામડાઓની જવાબદારી આપી હોવાથી તે દરિયાઈ પેટ્રોલિંગ ખપ પુરતુ કરી શકતી નથી. જ્યારે માંડવીના વોટર પોલીસ સ્ટેશનનો ૯૯ ટકા સ્ટાડ પોર્ટ ખાતે કાર્યકત હોવાથી વોટર પોલીસ સ્ટેશન દ્વારા પણ દરિયાઈ પેટ્રોલિંગ થતી નથી. ભૂતકાળમાં ક્રિક વિસ્તારમાં શંકાસ્પદ કેટલીક પ્રવૃતિઓ થઈ ચૂકી છે. અને હાલે જ્યારે વિવિધ ઈન્ડસ્ટ્રીઝ આવી હેવાથી આ ક્રિક વિસ્તાર હવે જોખમી બન્યો છે ત્યારે હવે તેની સલામતી માટે આ ક્રિક વિસ્તારમાં સઘન પોલીસ પેટ્રોલિંગ થાય તે જરૃરી બન્યું છે. દેશના સંરક્ષણ મંત્રી જ્યારે કચ્છ જિલ્લાની મુલાકાતે આવે છે ત્યારે કચ્છના પ્રતિનિિધઓ આ સંવેદનશીલ મુદ્દા બાબતે તેઓને વાકેફ કરે અને તેનો ઉકેલ લાવે.