ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદ: , શુક્રવાર, 5 ફેબ્રુઆરી 2016 (17:28 IST)

કાંકરિયા રિવરફ્રન્ટમાં પે એન્ડ પાર્ક સુવિધા આપવામાં આવશે

અમદાવાદ મ્યુનિ કોર્પોરેશન દ્વારા કાંકરિયા લેક ખાતે પાર્ક કરવા માટે પે એન્ડ પાર્કની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે.  મણિનગર વિસ્તારમાં આવેલા કાંકરિયા રિવરફ્રન્ટમાં પે એન્ડ પાર્ક સુવિધા આપવામાં આવશે. કાંકરિયા ખાતે આવેલા લેકફ્રન્ટનાં ગેટ નં 1 પાસે તેમજ સ્વિમિંગપૂલની વચ્ચે વચ્ચે આવેલા પાર્કિંગ પ્લોટમાં પે એન્ડ પાર્ક પાર્કિંગ સ્ટેન્ડ બનાવવામાં આવશે. અમદાવાદ મ્યુનિ કોર્પોરેશન દ્વારા એક વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવશે.

આશરે 24મી ફેબ્રૂઆરીથી કાંકરિયા ગેટ નં 1 તેમજ સ્વિમિંગપૂલ પાસે આવેલા પાર્કિંગ પ્લોટમાં પે એન્ડ પાર્ક શરૂ કરવામાં આવશે. કાંકરિયા પાર્કની મુલાકાત લેતા નાગરિકોની સુવિધા ધ્યાનમાં રાખીને આ પાર્કિંગ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે. પાર્કિંગ સ્ટેન્ડમાં પાર્ક કર્યા બાદ મુલાકાતીને પાર્કિંગ સમય અને તારીખ દર્શાવતી પહોંચ આપવામાં આવશે. સાઇકલ પાર્કિંગ માટે સાઇકલ પાર્કિંગ સ્ટેન્ડ પણ તેમાં મૂકવામાં આવશે. જેથી સાઇકલ લઈને આવતા મુલાકાતીઓ પોતાની સાઇકલ સ્ટેન્ડમાં પાર્ક કરી શકે. કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે બનાવવામાં આવતું આ પે એન્ડ પાર્ક સ્ટેન્ડ સાઇકલ , ઓટો રિક્ષા તેમજ ટુ વ્હીલર અને ફોર વ્હીલર પાર્ક કરી શકાશે.