શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

કાંકરીયા રોશનીથી ઝળહળી ઉઠ્યું

મુખ્યમંત્રીના હસ્તે કાંકરીયા કાર્નિવેલ ખુલ્લો મુકાયો

P.R

નગરજનો જેની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા હતા એ કાંકરીયા કાર્નિવેલનો ગુરૂવારે ભવ્ય પ્રારંભ કરાયો હતો. મુખ્યમંત્રીના હસ્તે કાંકરીયા તળાવ સંકુલના લોકાપર્ણની સાથે ગીત સંગીતના કાર્યક્રમોએ ઉપસ્થિત જનમેદનીમાં ભારે આકર્ષણ જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનિય છે કે, 35 કરોડના ખર્ચે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરીયાનું નવિનીકરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિત મોટી સંખ્યામાં રાજકીય અગ્રણીઓ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મંદબુધ્ધિના બાળકોને ટ્રેનમાં બેસાડી મુખ્યમંત્રી દ્વારા ટ્રેનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. લોકાપર્ણ નિમિત્તે સાત દિવસ સુધી વિવિધ રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

P.R

કાંકરીયા કાર્નિવેલને ભારે જનમેદની વચ્ચે રાજ્યના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ દિપ પ્રગટાવી ખુલ્લો મુક્યો હતો.

P.R

કાંકરીયા કાર્નિવેલમાં દેશી વિદેશીઓ સહિત અંદાજે દોઢ લાખથી વધુ સહેલાણીઓ ઉમટી પડ્યા હતા.
P.R

આજથી શરૂ થયેલા કાંકરીયા કાર્નિવેલમાં વિવધ રોશનીથી શણગારાતાં કાકરીયા ઝળહળી ઉઠ્યું હતું.