શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: અમદાવાદ , શનિવાર, 31 જાન્યુઆરી 2009 (19:16 IST)

કાર્યક્રમ કોંગ્રેસનો, ઉડાન ચોરોની !

ગુજરાત કોલેજ ખાતે કાગ્રેસના અભય ઊડાન કાર્યક્રમમાં ચોરોએ ઊચી ઊડાન લગાવી હતી. હકડેઠઠ ભરાયેલા મેદાનમાંથી કાગ્રેસના અનેક કાર્યકરોના મોબાઈલ તેમજ પાકિટની ચોરી થવા પામી હતી. જયારે મોબાઈલ ચોરી કરતા એક કિશોરને લોકોએ પકડી પાડી પોલીસને હવાલે કરી દીધો હતો.

વિગતવાર માહિતી એવી છે કે એઆઇસીસીના સેક્રેટરી અને યુવા કાગ્રેસ નેતા સાંસદ રાહુલ ગાંધી ગઇકાલે અભય ઊડાન મેરા ભારત મહાન, કાર્યક્રમની પૂર્ણાહૂતિ પ્રસંગે ગુજરાત કોલેજ ખાતે સભાને સંબોધી હતી. રાહુલ ગાંધીને જોવા માટે પહેલેથી જ મેદાન ચિક્કાર ભરાયેલુ હતુ ત્યારે ચોર શખ્સો પોતાની કળા કરી ગયા હતા. મેદાનમાં ભીડનો લાભ ઊઠાવી ચોર અનેક લોકોના પાકીટ તેમજ મોબાઇલ ચોરી કરી ગયા હતા.

જમાલપુર હાજીબાવાના ટેકરા ખાતે રહેતા અને કાગ્રેસના કાર્યકર રફીક અહેમદમિયા કાદરી આ કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતા. તેઓ અન્ય કાર્યકરો સાથે મેદાનમાં પ્રવેશતા હતા ત્યારે તેમની આગળ ઊભેલા એક યુવાનનો મોબાઈલ 17 વર્ષનો કિશોર ચોરી કરતા ઝડપાઇ ગયો હતો. બાદમાં પોતાનો મોબાઈલ પણ ચોરી થયો હોવાનું પણ જણાઇ આવ્યુ હતુ.