શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 23 જાન્યુઆરી 2015 (15:50 IST)

કાલે વસંતપંચમી, વણજોયું મૂહૂર્ત, લગ્ન સહિત શુભકાર્યોની વણઝાર

૨૪ જાન્યુઆરીના રોજ વસંતપંચમી હોવાથી શહેરમાં મોટી સંખ્યામાં લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. એક પણ વાડી કે હોલ આ દિવસે ખાલી નથી. આવી જ હાલત રસોઇયા, ગોર મહારાજ અને બેન્ડવાજા અંગે છે. વસંત પંચમીએ વણજોયું મૂહૂર્ત હોય તેથી પૂષ્કળ પ્રમાણમાં લગ્ન ગોઠવાયા છે.

વસંત શબ્દ જ અનોખો છે. સંતના આશીર્વાદરૃપ આ વસંત ઋતુના આગમનથી જીવસૃષ્ટિમાં નવી ચેતના આવે છે. વસંતપંચમીએ વસંતઋતુના આગમનની ઘડી પુકારે છે. તો આ દિવસે વિધ દેવી, બુધ્ધીદેવી મા સરસ્વતીનો પ્રાગટય દિવસ તરીકે પણ પુજાય છે. આ વરસે વસંતપંચમી ૨૪મી જાન્યુઆરી શનિવારે આવે છે. વસંતપંચમી મહામાસની શુક્લપક્ષની પંચમીના દિવસે આવે છે. આ દિવસ વિદ્યા પ્રાપ્તિ, શાળાઓ, શરૃ કરવાની શ્રેષ્ઠ દિવસ છે. વસંતપંચમીએ વસંતઋતુના આગમન સાથે આવે છે પરંતુ વાસ્તવમાં વસંત ઋતુની શરૃઆત ૧૮મી ફેબુ્રઆરી ૨૦૧૫થી થશે.

આ વરસે વસંતપંચમી એક શુભયાંગ લઇને આવી છે. વિદ્યા પ્રાપ્તિ માટે સરસ્વતીના આશીર્વાદ અને જ્યોતિષશાસ્ત્ર મુજબ ગુરૃની શુભસ્થિતિ જરૃરી છે. કોઇપણ કાર્ય કરવા માટે મનની સ્થિરતા જરૃરી છે. જ્યોતિષશાસ્ત્રમાં મતનો કારકગૃહ ચંદ્ર છે. આ દિવસે સવારે ૯.૧૩ કલાકે ગુરૃના સ્વામીતત્વવાળી મીન રાશિમાં પ્રવેશ કરે છે. જ્યારે ગુરૃ જુલાઇ ૨૦૧૪થી ચંદ્રના સ્વામિવાળી કર્ક રાશીમાં ભ્રમણ કરી રહ્યો છે. આમ વસંતપંચમીના દિવસે ચંદ્રગુરૃનો અદભુત પરિવર્તન યોગ વિદ્યા પ્રાપ્તિનો શ્રેષ્ઠ દિન છે.
વસંતપંચમીના વિશિષ્ટ યોગો અંગે વધુ માહિતી આપતા જ્યોતિષશાસ્ત્ર અભ્યાસુએ જણાવ્યું હતું. ચંદ્ર ગુરૃના પરિવર્તન યોગ ઉપરાંત આ દિવસે રવિયોગ પણ છે તેમજ આ દિવસે સવારે ૧૦.૧૫ કલાકથી સવારે ૧૧.૪૦ કલાક સુધી ગુરૃના સ્વામિતત્વવાળુ મીન લગ્ન હોવાથી આ સમય દરમિયાન વિદ્યા આરંભ કરવાનો શ્રેષ્ઠ સમય છે. આ દિવસે શૈક્ષણિક સંસ્થાનો આરંભ કરવાનો શ્રેષ્ઠદિન છે.

વસંત પંચમી સવારે ૫.૧૫ કલાકથી શરૃ થઇ ૨૪મી જાન્યુઆરી મધરાત્રી સમય ૨.૩૫ કલાક સુધી રહેશે. આ સમય દરમિયાન વિદ્યાપૂજન, વિદ્યા પ્રારંભ કરી શકાય. આ દિવસે રાહુકાળ સવારે ૯ કલાકથી સવારે ૧૦.૩૦ સુધી હોવાથી આ સમયનો ત્યાગ કરવો.