શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદ, , બુધવાર, 22 જૂન 2016 (13:52 IST)

કોગ્રેંસ દ્વારા દેખાવો

દેશમાં મોંઘવારી એ માઝા મુકી છે જેને લઈને સામાન્ય લોકોના ઘરનુ બજેટ ખોરવાયુ છે. ત્યારે હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે રાજ્યની સરકારને ઘેરવા માટેનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. કોંગ્રેસ મોંઘવારી મુદ્દે રાજ્ય સરકારના વિરોધમાં તમામ જિલ્લાઓ અને ૭ મહાનગરમાં વિરોધ પ્રદર્શન યોજશે.

આ મામલે આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં જાહેરાત કરવામાં અઆવી હતી કે, આગામી ૨૩ જુનથી
૨૯ જુન દરમિયાન કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનના કાર્યક્રમ કરવામાં આવશે.  કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ હતું કે, ભાજપના રાજમાં વચેટીયાઓ લાભ લઈ રહ્યા છે અને પ્રજા પિસાઈ રહી છે. શંકરસિંહ વાઘેલાએ એફડીઆઈ મુદ્દે ભાજપના દંભનો ખુલાસો કરતા જણાવ્યુ હતું કે, જે લોકો વિપક્ષમાં હતા ત્યારે એફડીઆઈનો વિરોધ કરી રહ્યા હતા અને એફડીઆઈથી દેશના સ્થાનિક ઉદ્યોગો ખતમ થઈ જશે તેવી ચિંતા વ્યક્ત કરતા હતા.

હવે તે જ લોકો સત્તામાં આવ્યા બાદ એફડીઆઈના દ્વાર ખોલી રહ્યા છે. જ્યારે શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકારના બેવડા વલણની ટિકા કરી હતી. તેમણે જણાવ્યુ હતું કે, લોકસભાની ચુંટણીવેડા વડાપ્રધાન એમ કહેતા હતા કે અમે સત્તામાં આવીશું તો ૧૦૦ દિવસમાં મોંઘવારી ઘટાડીશું. પરંતુ આજે લોકો મોંઘવારી ઘટાડવાની વાત તો દૂર રહી આજે લોકોને મોંઘવારીના ચક્રમાં ફસાવી દેવાયા છે. એનડીએ સરકાર બન્યા બાદ જીવનજરુરી ચીજવસ્તુના ભાવમાં બેથી ચાર ગણો વધારો થયો છે, તેમ છતાં ભાજપ સરકાર હજી પણ જાગીને મોંઘવારી ઘટાડવાની જગ્યાએ ઉત્સવોના તાયફામાં મસ્ત છે.સરકારને જાણે કે લોકોની પડી જ નથી