ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 26 માર્ચ 2015 (18:24 IST)

ક્લાઈમેટ ચેન્જના કારણે અમુક છોડ ગાયબ થઇ ગયા-અમુકનાં રંગ રુપ બદલાઇ ગયા

વનસ્પતિના વૈવિધ્ય પર બદલાઈ રહેલા હવામાનની અસરો હવે જોવા મળી રહી છે. એવા સેંકડો પ્લાન્ટસ છે જેમાં બદલાવ જોવા મળી રહ્યો છે તેવો મત આજે એમ.એસ.યુનિવર્સિટીના બોટની વિભાગમાં યોજાયેલા સેમિનારમાં વ્યક્ત થયો હતો.
બોટની વિભાગ અને ઈન્ડિયન જીઓટીક સોસાયટીના વડોદરા ચેપ્ટર દ્વારા વનસ્પતિઓના વૈવિધ્ય પર ક્લાઈમેટ ચેન્જની અસર પર સેમિનાર યોજાયો હતો.

બોટની વિભાગના અધ્યાપક વિનય રાઓલેના મતે કેટલી પ્રજાતિઓમાં તેની અસર થઈ છે તેનો ચોક્કસ આંકડો તો ઉપલબ્ધ નથી પરંતુ ગુજરાતમાં નહી નહી તોય એવી ૩૫ થી ૪૦ વનસ્પતિઓની પ્રજાતી હશે જેના પર ફળો કે ફૂલો આવવાનો સમય બદલાઈ ગયો છે.આ ક્લાઈમેટ ચેન્જની અસરની સૌથી નિશાની છે.
જ્યારે બોટની વિભાગના અધ્યાપક ડો.નાગરના મતે ગુજરાતમાં કુલ ૨૭૦૦ કરતા વધારે પ્લાન્ટસની પ્રજાતિઓ છે,ગરમીના વધતા જતા પ્રમાણના કારણે તેના બીજમાં થઈ રહેલા જેનેટીક ફેરફારોના કારણે ફૂલ અને ફળો આવવાની પેટર્ન પણ બદલાઈ રહી છે.આપણી આસપાસ જોવા મળતા ગરમાળા વૃક્ષ તેનુ ઉદાહરણ છે.જયારે પાવાગઢમાં એક જમાનામાં ઉગતુ કુંઢેર નામનુ કંદમુળ તો હવે ગાયબ જ થઈ ગયુ છે.અધ્યાપક અરુણ આર્યના મતે જે પ્લાન્ટસમાંથી દવાઓ બને છે તેવા પણ કેટલાક પ્લાન્ટસ ક્લાઈમેટ ચેન્જની અસર હેઠળ ઓછા થવા માંડયા છે.જેમ કે સર્પગંધા નામની વનસ્પતિના બીજમાંથી અગાઉ હાઈપર ટેન્શનની દવા બનતી હતી પરંતુ સર્પગંધા નામશેષ થઈ ચુકી છે.હવે આ દવા બનાવવા કેમીકલ ફોર્મ્યુલેશન પર આધાર રાખવો પડે છે.
સેમિનારમાં હાજર અધ્યાપકોએ એવો પણ મત વ્યક્ત કર્યો હતો કે ક્લાઈમેટ ચેન્જની પ્લાન્ટસ પર અસરો અંગે વધુ સંશોધનની જરુર છે.
ભારતમાં ૪૫ જેટલા માંસાહારી પ્લાન્ટસ પણ ઉગે છે.જે નાઈટ્રોજન મેળવવા માટે કિટકોનુ ભક્ષણ કરતા હોય છે.ઔરંગાબાદની ડો.બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના અધ્યાપક અને માંસાહારી પ્લાન્ટસના નિષ્ણાત ગણાતા ડો.મિલિંદ સરદેસાઈનુ સેમિનારમાં કહેવુ હતુ કે આ પ્રકારના પ્લાન્ટસ પર પણ પર્યાવરણમાં થઈ રહેલા ફેરફારના કારણે ખતરો સર્જાઈ શકે છે.કારણકે આ પ્રકારના મોટાભાગના પ્લાન્ટસ જ્યાં પાણીનો જથ્થો હોય છે ત્યાં ઉગતા હોય છે.કારણકે આવા સ્થળોએ કિટકો કે જંતુઓ ઉપલબ્ધ હોય છે.
જોકે વધતી ગરમીથી પાણીના સુકાઈ રહેલા સ્ત્રોત કે પ્રદુષિત બની રહેલા પાણીના કારણે આ પ્લાન્ટસને પણ તેની અસર પડી શકે છે.ઉલ્લેખનીય છે કે મેઘાલયમાં નેપેન્થસ ખાસીયાના નામનો પ્લાન્ટસ ઉગે છે.જે ઉંદરને શિકાર બનાવે છે.