બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 23 સપ્ટેમ્બર 2014 (14:11 IST)

ગરમી મેં ઠંડી કા અહેસાસ...નવરાત્રીમાં આવુ થઇ શકે છે

આવતા ૪૮ કલાકમાં ચોમાસુ વિદાય લઇ રહ્યુ હોવાની સત્તાવાર જાહેરાત થઇ શકે છે. વધતી ગરમી અને પવન ચોમાસુ વિદાય લઇ રહ્યાના સંકેતો આપે છે. હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્‍યા પ્રમાણે, આવતીકાલથી હવામાનમાં ફેરફારો થશે. હવામાં નમી ઘટવાથી શુષ્‍ક વાતાવરણ થઇ શકે છે. હવામાનમાં પરિવર્તનથી નવરાત્રીના અંત સુધીમાં રાત્રે ઠંડી અનુભવાશે.  હવામાન વૈજ્ઞાનિક ડી.સ્‍વામી કહે છે કે, ચોમાસુ પરત જવા અથવા હવામાં મોજુદ આદ્રતા ઘટવાથી ૧૦ થી ૧પ દિવસનો સમય લાગી શકે છે. નરમ હવાઓ ઘટવાની સાથે જ હવામાં ઠંડી મહેસુસ થઇ શકશે. એવી અપેક્ષા છે કે ઓકટોબરના પ્રથમ સપ્‍તાહથી પડવી શરૂ થશે.