ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 20 ઑગસ્ટ 2016 (16:06 IST)

ગાંધીનગરની અર્પિતાએ વિશ્વ લેવલની મહેંદી સ્પર્ધામાં વિજય મેળવ્યો

ગુજરાતની દિકરીઓ હવે વિદેશમાં દેશનું નામ રોશન કરી રહી છે. ગાંધીનગરની સેકટર 22માં રહેતી એક છોકરીએ અમેરિકાના કેલિફોર્નિયામાં યોજાતી ઓનલાઈન મહેંદી સ્પર્ધામાં આઠ રાઉન્ડમાં સારો દેખાવ કર્યો હતો. આ સ્પર્ઘામાં તે અમેરિકાની સ્પર્ધકને હરાવીને વિજેતા બની હતી. તેણે વિશ્વ લેવલની કેલીફોનિયામાં યોજાતી ઓનલાઇન સ્પર્ધામાં 2500 વોટ મેળવ્યા

ગાંધીનગરના સેક્ટર 22માં રહેતી કુ઼મારી અર્પિતા જોષી બીઇ આઇટીનો અભ્યાસ કરી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. પરંતુ બાળપણથી જ મહેંદી અને ટેટુ દોરવાનો શોખ ધરાવતી હોવાથી એમ કહેવાય કે ચિત્રો દોરવામા મહારત હાંસલ છે. દર વર્ષે યુએસએના કેલિફોનિયામાં ઓનલાઇન મહેંદી સ્પર્ધાનુ આયોજન થાય છે. ચાલુ વર્ષે  કોમ્પિટીશન ધી બીગ હેના કોન્ટેસ્ટ 2016નુ આયોજન થયું હતું. જેમાં દેશ વિદેશના સ્પર્ધકોએ ઓનલાઇન ભાગ લીધો હતો. 

અર્પિતા કહે છે કે, સ્પર્ધામાં ઓનલાઇન ભાગ લેવાનો હોય છે. ત્યારે રજીસ્ટ્રેશન કરાવ્યા પછી અલગ અલગ થીમ ઉપર આર્ટ બનાવાની હોય છે. આઠ રાઉન્ડમા યોજાતી સ્પર્ધામાં ફેસબુક અને ઇન્ટાગ્રામ પર અપલોડ કરીને મત મેળવવાના હોય છે. ત્યારે સ્પર્ધામાં આઠ રાઉન્ડ જીતીને બેસ્ટ ઓફ ટુમાં તેની સામે યુએસએની સ્પર્ધક સામ સામે આવ્યા હતાં. જેમાં યુએસએની લેહ મેક ક્લોસકીને 1200 વિરુદ્ધ 2500 વોટથી હરાવી ચેમ્પિયન બની હતી. વધુમાં કહે છેકે મને બાળપણથી આર્ટ વર્ક કરવાનો ખુબ જ શોખ છે.

મારા ઘરે આવનાર મહેમાન કે બાળકનો હાથ પકડી તેના હાથ પર આર્ટ બનાવી નાખુ છુ. ગત વર્ષે પણ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેના 5માં રાઉન્ડમાં હાર થઇ હતી, પરંતુ હુ હારી ન હતી. આ વર્ષે પણ સ્પર્ધામાં ભાગ લીધો હતો. વલ્ડ લેવલની સ્પર્ધામાં ચેમ્પિયન બનવાથી મને હેના અને બોડી આર્ટ ટ્રેઇનીંગ કેંપની સ્પોન્સરશીપ આપી છે.