ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: સોમવાર, 30 ડિસેમ્બર 2013 (13:49 IST)

ગાયન છોડી લોકો ભોજન તરફ વણતા પંકજ ઉધાસ ઉદાસ બની ગયા

,
P.R
કુદરતની ભેટ સમો દર્દીલો અવાજ ધરાવતા જાણીતા ગઝલ ગાયક પંકજ ઉધાસની ગઝલ કોન્સર્ટ યોજાઇ હતી. ખુલ્લી જગ્યામાં યોજાયેલી આ કોન્સર્ટ અને તેમાંય ખાસ કરીને ઊડીને આંખે વળગે તેવી ખાલી ખુરશીઓ જોઇને પંકજ ઉધાસ ઉદાસ બની ગયા હતા. પ્રેક્ષકોથી ભરેલો ખીચોખીચ હોલ જોવા ટેવાયેલા અને શ્રોતાઓના મૂડને પારખીને કે પછી વાહ વાહ સાંભળીને મૂડમાં વધુ ને વધુ મૂડથી ગાતા પંકજ ઉધાસનો અવાજ જાણે કે તદ્દન જાન અને ઉદાસીભર્યો જણાઇ આવતો હતો. તેમની ગઝલોનું દર્દ જાણે કે સ્થિર બની ગયું હતું.

ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાયેલી નાઇટ પંકજ ઉધાસ ગઝલ કોન્સર્ટ ખુલ્લી જગ્યામાં યોજાઇ હતી. અમદાવાદમાં આજથી શરૃ થતી દેશભરના ડોક્ટરોની કોન્ફરન્સ અન્વયે આમંત્રિતોને વેલકમ કરવા માટે આ કોન્સર્ટનું આયોજન ભોજન સાથે કરાયું હતું. શરૃઆત એરપોર્ટથી જ થઇ ચૂકી હતી. આસપાસના લોકોની ચર્ચા મુજબ પંકજ ઉધાસે આયોજકોને કહી દીધું કે જમવાનું અને કોન્સર્ટ બંને એકસાથે ચાલે તેમાં મજા નહીં આવે. સમગ્ર કાર્યક્રમ ભોજન સિવાયનો હોવો જરૃરી છે, પરંતુ દેશભરથી આવેલા પ્રવાસથી કંટાળેલા ડોક્ટર મહેમાનો ફેમિલી સાથે આવ્યા હતા. તેમણે પહેલો ન્યાય ભોજનને આપ્યો હતો, તેના કારણે એક તરફ ગઝલ કાર્યક્રમ નિયત સમયે શરૃ થઇ ચૂક્યો હતો ત્યારે ખરેખર માણવા જેવી ગઝલો 'ચિઠ્ઠી આઇ હૈ...' લોકો ભોજનની સાથે કમને સાંભળી રહ્યા હતા.

ઠંડી અને ખુલ્લી જગ્યામાં યોજાયેલી આ કોન્સર્ટમાં હજારોની સંખ્યામાં ખુરશીઓ મૂકેલી હોવા છતાં માત્ર શરૃઆતની થોડી લાઇનો પ્રેક્ષકોથી ભરેલી જોતાં જ પંકજ ઉધાસનો મૂડ ઉદાસ થઇ ગયો હતો. એક કલાકાર તરીકે તેમણે નિયત સમયે ગાવાનું ચાલુ કરી દીધું હતું, પરંતુ તેમની ગાયકીમાં એ રણકો નહોતો, જે હંમેશાં શ્રોતાઓ સાંભળવા ટેવાયેલા હોય છે.