ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 15 એપ્રિલ 2015 (15:30 IST)

ગીરમાં સિંહ-દીપડાને રીતસર માણસની જેમ સ્મશાન ગૃહમાં અગ્નિદાહ અપાય છે

જંગલમાં વિહરતા હિંસક પ્રાણીઓ મૃત્યુ પામે પછી તેને ખૂલ્લામાં સળતા છોડી દેવામાં આવતા નથી પરંતુ જેમ માણસને અગ્નિદાહ આપવામાં આવે તેમ સિંહ-દીપડા સહિતના પ્રાણીઓને પણ અગ્નિદાહ આપવામાં આવે છે. શંકાસ્પદ મોતના કિસ્સામાં તેમનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવે છે. તેમના મૃતદેહનો ખૂલ્લામાં નિકાલ કરાતો નથી પરંતુ ખાસ સ્મશાન ગૃહ બનાવ્યું છે ત્યાં જ તેનો નિકાલ કરવામાં આવે છે. અમરેલી જિલ્લાના ધારીમાં આવી એક જગ્યા છે જ્યાં વન્ય પ્રાણીઓને અગ્નિદાહ આપવામાં આવે છે.

ધાર નજીક આવેલો અને ભૂતિયા બંગલા તરીકે ઓળખાતી આ જગ્યાએ અત્યાર સુધીમાં ૨૧ સાવજોના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા છે. તદુપરાંત ૪૩ દીપડાને પણ અગ્નિદાહ આપવામાં આવ્યો છે. કોઇ સિંહ કુદરતી કે અકુદરતી રીતે મૃત્યુ પામે તો ભૂતિયા બંગલા ખાતે લાવી તેનું પોસ્ટમોર્ટમ કરાય છે. પી.એમ.થી માંડી તેના અગ્નિદાહ સુધીની સમગ્ર ક્રિયાનું વીડિયો રેકોર્ડીંગ કરવામાં આવે છે. જેથી ભવિષ્યમાં કોઇ પ્રશ્ર્ન ઊભો ના થાય.

સાવજના નખ, દાંત તથા ચામડીના ઊંચા દામ ઉપજતા હોવાથી તથા તેની તસ્કરી પણ થતી હોવાથી તેના સંપૂર્ણ દેહનો નિકાલ ના થાય ત્યાં સુધી અગ્નિ પેટાવેલો રાખવામાં આવે છે. પીએમ કરવામાં આવે છે. સિંહના અંતિમ સંસ્કારની તમામ વિધિનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવે છે. સિંહના તમામ નખ બળી જાય તેની ખાસ તકેદારી લેવાય છે. જોકે, માણસના જેમ અસ્થિ લેવામાં આવે છે તેવા અસ્થિ પ્રાણીઓના લેવામાં આવતા નથી. ભૂતિયા બંગલા ઉપરાંત ગીર પૂર્વમાં નાની વડાળ વીડી, જસાધાર અને મિતિયાળામા પણ સિંહોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.