શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: સોમવાર, 3 ડિસેમ્બર 2012 (10:49 IST)

ગુજરાત ચૂંટણી : કોંગ્રેસના આ અસંતુષ્ટ નેતાઓ કોંગ્રેસને ભારે પડશે ?

કોંગ્રેસના નેતાઓ શુ બોલ્યા ?

P.R

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ જ કોંગ્રેસને હરાવે એવો માહોલ સર્જાયો છે. ટિકિટ ન મળવાથી નારાજ બનેલા કોંગ્રેસના અગ્રણી નરહરિ અમિનના નેતૃત્વમાં અમદાવાદનાએસ. જી હઈવે પરના ફોર્મમાં અસંતુષ્ઠ નેતાઓ અને કર્યકરોનું સંમેલન યોજાયુ હતુ. જેમા મોટાભાગના અસંતુષ્ઠ અગ્રણીઓએ પ્રદેશ અને રાષ્ટ્રીય કોંગ્રેસના અગ્રણીઓની ઝાટકણી કાઢી હતી. પ્રદેશના અગ્રની નરેશ રવળે તો અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ અને શંકરસિંહ વાઘેલાના નામનો ઉલ્લેખ કરીને તેમને ચંડાળ ચોકડી હોવાનું કરીને આ નેતાઓ મુખ્યમંત્રીના ખ્વાબમાં રાચી રહ્યાનો આક્ષેપ કર્યો હતો.

નરહરિ અમીન : કોંગ્રેસ બાપ બેટા, ભાઈ-ભાઈને ટિકિટો આપી છે. કોંગ્રેસ સત્તામાં આવશે નહી. મુઠ્ઠીમાર લોકો કોંગ્રેસને ડુબાડવાનું કામ કરી રહ્યા છે. પ્રદેશના નેતાઓ ડરપોક છે. આપણે પ્રતિજ્ઞા લઈએ કોંગ્રેસને જીતાડવાનું કામ નહી કરીએ.

નરેશ રાવલ - કોંગ્રેસની ચંડાળ ચોકડીએ પક્ષની દુર્દશા કરી છે. હવે ત્રીજી આંખ ખોલવાનો સમય પાકી ગયો છે. ટિકિટ નથી મળી એમના માટે .. ઈનકા કસૂર હૈ કે યે બેકસૂર હૈ...

પંકજ શાહ : કોંગ્રેસના સ્કીનિંગ કમિટીના ચેરમેન સી.પી.જોશીએ 22 કોર્પોરેટરોની સામે અમારું અપમાન કર્યુ હતુ.

બુદ્દરુદ્દીન શેખ : બેવાર હાર્યા એને ટિકિટ ન અપાય એવો કાઈટએરિયા હતો તો કોંગ્રેસે ઘેર બેસી જવુ જોઈએ.

દિગ્વિજયસિંહ ગોહિલ : દિલ્હીમાં ઉમેદવારોનું લીસ્ટ લેવા ગયેલા હીજડાઓ છે. કોંગ્રેસની સભામાં નેતાઓના લૂંગડા ફાડો.

ખુરશીદ સૈયદ : ટિકિટમાં સગાવાદ, જાતિવાદ અને રૂપિયા ચાલ્યા છે.

રઘુ દેસાઈ : કોંગ્રેસના નેતાઓ કાર્યકરોને મારી નાંખીને એમની પર લધુશંકા કરે એવા છે. કોંગ્રેસ જીતવાની નથી. એમનું નખ્ખોદ વળવાનું છે.

નરપતસિંહ ચાવડા : કોંગ્રેસમાં ખુશામતખોરોને સાચવવાની જાતિ છે.

ઈર્શાખ શેખ (કોર્પોરેટર) : ડો સી.પી. જોશીને સરકસમાં હોવુ જોઈએ એના બદલે સરકાર ચલાવે છે.

હિમંતસિંહ પટેલ : લાગની દિલ્હી પહોંચાડી છે. આ કોંગ્રેસના ઘરની બાબત છે.

રેખા ચૌધરી : ટિકિટ નહી આપીને નાક કાપ્યા બાદ રાજીવ શુક્લા ફેવિકોલ લઈને નાક જોડવા દોડ્યા હતા.