શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 21 એપ્રિલ 2015 (14:14 IST)

ગુજરાત ધગધગી રહ્યું છે

ગુજરાતમાં ઉનાળાએ હવે પોતાનો સાચો રંગ પકડી લીધો છે. છેલ્લા બે દિવસથી મહત્તમ તાપમાનમાં આવી રહેલો ઉછાળો ગઈ કાલે પણ ચાલુ રહ્યો હતો અને ગુજરાતનું ઍવરેજ મૅક્સિમમ ટેમ્પરેચર ૪૧.૮ ડિગ્રી નોંધાયું હતું. મહત્વની વાત એ છે કે આ વર્ષે ગુજરાતના કોસ્ટલ એરિયામાં પણ ગરમીની તીવ્ર , અસર જોવા મળી રહી છે.

ગઈ કાલે ગુજરાતનું સૌથી ગરમ શહેર કંડલા રહ્યું હતું. કંડલાનું મહત્તમ તાપમાન ૪૪.૧ ડિગ્રી નોંધાયું હતું, જ્યારે બીજા નંબરે રહેલા રાજકોટનું મૅક્સિમમ ટેમ્પરેચર ૪૩.૪ ડિગ્રી નોંધાયું હતું. અન્ય શહેરોની વાત કરીએ તો ગઈ કાલે સુરેન્દ્રનગરમાં ૪૩.૩ ડિગ્રી, ડીસા અને પોરબંદરમાં ૪૨.૮ ડિગ્રી, અમદાવાદમાં ૪૨.૬ ડિગ્રી, ગાંધીનગરમાં ૪૨.૫ ડિગ્રી, ભુજમાં ૪૨.૪ ડિગ્રી, વડોદરામાં ૪૧.૯ ડિગ્રી, ઈડરમાં ૪૧.૮ ડિગ્રી અને સુરતમાં ૪૧.૪ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

ગઈ કાલે ગુજરાતમાં સૌથી ગરમ રાત ઈડરની રહી હતી. ઈડરનું ન્યુનતમ તાપમાન ૨૮.૬ ડિગ્રી નોંધાયું હતું.