ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: અમદાવાદ , શનિવાર, 31 જાન્યુઆરી 2009 (20:09 IST)

ગુજરાત યુનિ.માં આજે ચૂંટણીજંગ

સેનેટની આઠ બેઠકો માટે 46 ઉમેદવાર મેદાનમાં

ગુજરાત યુનિવર્સીટી વિદ્યાર્થી સેનેટની રવિવારે યોજાનાર ચૂંટણી પૂર્વે ઉમેદવારોએ છેલ્લી ઘડી સુધી પ્રચાર કર્યો હતો. સેનેટની ચૂંટણીમાં કુલ 11 પૈકી આઠ બેઠકો માટે 46 ઉમેદવારો મેદાનમાં છે. અત્રે ઊલ્લેખનીય છે કે, સેનેટની ડેન્ટલ અને મેડીકલની બેઠક બિનહરીફ જાહેર થઈ છે. જયારે એન્જિ. ફાર્મસીની બેઠક રદ થઈ છે. ચૂંટણીમાં કુલ 2407 મતદારો છે. ચૂંટણીના મતદાનનો સમય સવારે 11થી સાંજે 5 સુધીનો છે.

આ ચૂંટણી અંતર્ગત 223 પૈકી 21 જેટલા ઉમેદવારી ફોર્મ પરત ખચવામાં આવ્યા હતા. જયારે વિવિધ કારણોસર 139 ફોર્મ રદ કરવામાં આવ્યા હતા. આ ચૂંટણીમાં બે મહિલા ઊમેદવાર છે. આઠ બેઠકો પૈકી સૌથી વધુ ઉમેદવારવાળી યુજી કોમર્સ અને સાયન્સમાં રસાકસીભર્યો મુકાબલો છે. જયારે સૌથી વધુ મતદારો યુજી કોમર્સમાં છે. આ વખતે ઊમેદવારોએ મંદીના કારણે ઓછા ખર્ચે વધુ પ્રચાર થાય તેવા પ્રયત્નો કર્યા હતા.