ગુજરાત સરકાર કહે છે, પ્રદેશમાં 2.66 લાખ બાળકો કુપોષણથી પીડાય છે
ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રના ત્રીજા દિવસે રાજ્યમાં કુપોષિત અને અતિકુપોષિત બાળકો અંગે ચોંકવાનારા ખુલાસા થયા હતા.ગૃહના પ્રશ્નોત્તરીકાળ દરમિયાન પૂછવામાં આવેલા સવાલોમાં આરોગ્યમંત્રીએ લેખિતમાં ખુલાસાઓ આપ્યા હતા. જે અંતર્ગત રાજયના 18 જિલ્લામાં કુલ બે લાખ વધુ કુપોષિત અને અતિકુપોષિત બાળકો છે તેવું કબુલ્યું હતું.
ગુજરાત વિકસીત રાજ્ય છે.પરંતું તેના બાળકો કુપોષિત છે.રાજ્યના 18 જિલ્લાના બે લાખ છાસઠ હજાર એકસૌ નેવું બાળકો કુપોષણ પીડાય છે.ખુદ રાજ્ય સરકારે આ વાત વિધાનસભામાં સ્વીકારી છે.જિલ્લા પ્રમાણે કુપોષિત બાળકોના આંકડાઓ પર નજર કરીએ તો.
- કુપોષિત ગુજરાત
- અમદાવાદ જિલ્લો
કુપોષિત બાળકો 6,160
અતિ કુપોષિત બાળકો 595
- અમદાવાદ શહેર
કુપોષિત બાળકો 22,479
અતિ કુપોષિત બાળકો 3,672
- ગાંધીનગર જિલ્લો
કુપોષિત બાળકો 9,108
અતિ કુપોષિત બાળકો 1,069
- મહેસાણા જિલ્લો
કુપોષિત બાળકો 7,177
અતિ કુપોષિત બાળકો 723
- ખેડા જિલ્લો
કુપોષિત બાળકો 20,422
અતિ કુપોષિત બાળકો 1,673
- મોરબી જિલ્લો
કુપોષિત બાળકો 8,781
અતિ કુપોષિત બાળકો 991
- રાજકોટ જિલ્લો
કુપોષિત બાળકો 5,090
અતિ કુપોષિત બાળકો 649
- બનાસકાંઠા જિલ્લો
કુપોષિત બાળકો 27,555
અતિ કુપોષિત બાળકો 1,996
- પંચમહાલ જિલ્લો
કુપોષિત બાળકો 22,466
અતિ કુપોષિત બાળકો 1,645
- મહિસાગર જિલ્લો
કુપોષિત બાળકો 7,882
અતિ કુપોષિત બાળકો 637
- તાપી જિલ્લો
કુપોષિત બાળક 8,697
અતિ કુપોષિત બાળકો 1,102
- અરવલ્લી જિલ્લો
કુપોષિત બાળક 6,310
અતિ કુપોષિત બાળકો 380
- સાબરકાંઠા જિલ્લો
કુપોષિત બાળક 15,106
અતિ કુપોષિત બાળકો 606
- દાહોદ જિલ્લો
કુપોષિત બાળક 21,5399
અતિ કુપોષિત બાળકો 1,700
- વલસાડ જિલ્લો
કુપોષિત બાળક 14,310
અતિ કુપોષિત બાળકો 1,545