શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 4 ઑગસ્ટ 2015 (14:27 IST)

ગુજરાતના કચ્છમાં પૂરના કારણે 36,431 પશુઓની મૌત

ગુજરાતના કચ્છમાં પૂરના કારણે 36,431 પશુઓની મૌત 
ગુજરાતમાં અનરાધાર વરસાદથી ભારે તબાહી સર્જાઇ છે. ગુજરાતમાં સતત પડી રહેલા વરસાદે માણસો કરતાં પણ મૂંગા પશુઓની સ્થિતિ ખરાબ કરી છે. વરસાદી પણી ભરાવાથી પસુઓના મોત થયા છે. કચ્છના રણમાં કેટલાક પશુઓ  મોતના ભોગ બની ગયા છે. અને એની સંખ્યા આજ સુધી 36 431 જણાવી રહ્યા છે. 
 
આઠ દિવસ પહેલા પડેલ ભારે વરસાદના કારણે ગુજરાતમાં ભયંકર અને ભારે તબાહી સર્જાઈ છે . ઘણા લોકોના સ્થળાંતર કરાયા આ તો માણસોની વાત છે પણ આ  મૂંગા પશુઓ કોઈએ જોયું પણ નથી અને કચ્છમાં મૃત્યુ પામનાર પશુઓની સંખ્યા 36 ,431 થઈ ગઈ છે.  
 
આ મેઘતાંડબ ભારે સંખ્યામાં પશુઓના ભોગ લઈને ગયો છે. સુરેન્દ્રનગર પાસે આવેલ રણમાં ઘુડખર વરસાદી પાણીના કારણે મોતને ભેટયા હતા. સુરેન્દ્રનગર પાસે આવેલા નાના રણમાં પાણી ભરાઈ જતા જંગલી ગધેડા તરીકે ઓળખાતા ઘુડખરના મોત થયા હતા. 
 
ચાર દિવસમાં કચ્છ અને સુરેન્દ્રનગરમાં પડેલા ભારે વરસાદને કારણે ઘણા પશુઓના મોત થયા છે. એના માટે ફોરસ્ટ વિભાગે તપાસ કરી છે અને આ સંખ્યા સામે આવી છે.