શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 12 મે 2016 (11:45 IST)

ગુજરાતના હજારો વિધાર્થીઓના ભાવિ સાથે ભાજપની સરકારે ચેડા કર્યા : શક્તિસિંહ ગોહિલ

ગુજરાતની ભાજપની સરકારે રાજ્યના ૬૦ હજાર વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે આ વર્ષે ગુજરાતના વિદ્યાર્થીઓને NEET ની પરીક્ષામાંથી મુક્તિ મળે તેવું આયોજન કરવું જોઈએ તેવી માંગ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે પીએમ મોદી પાસે કરી છે.

રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેઓ ડોક્ટર બનીને સેવા કરવાના સપના જોઈ રહ્યા છે તેમના ભવિષ્યને અંધકારમય બનાવવાનું ઘોર પાપ ગુજરાતની ભાજપની સરકારે કર્યુ છે. ગુજરાતનો વિદ્યાર્થી ગુજરાતીમાં ભણીને ગુજરાતમાં જ મેડીકલ કોલેજમાં પ્રવેશ માટે ગુજરાતીમાં લેવાનારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હતો તેને અચાનક નેશનલ એલીજીબીલીટી એન્ટ્રસ ટેસ્ટ  અંગ્રેજીમાં પરીક્ષા દેવાનું માથે આવી પડ્યું છે.  ગુજરાતના આરોગ્ય મંત્રીશ્રી નીતિનભાઈ પટેલનું NEET માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવા તાલુકા સ્તરે કોચિંગ સેન્ટર સ્થપાશે તે પ્રકારનું નિવેદન હાસ્યાસ્પદ છે. ગુજરાતીમાં ભણેલા અને ગુજરાતના સિલેબસને ધ્યાને લઈને તથા ગુજરાતની મેડીકલ પ્રવેશની પરીક્ષાને નજર સામે રાખીને જે વિદ્યાર્થીઓએ સતત ત્રણ વર્ષથી મહેનત કરી હોય તે વિદ્યાર્થીને હવે તાત્કાલિક તાલુકા સ્તરે કોચિંગ સેન્ટર કરીને માત્ર ગણતરીના દિવસોમાં NEET ની પરીક્ષા આપવા માટે તૈયાર કરી દેવાશે તેવું નીતિન પટેલ નું નિવેદન અતિશય નિરાશાજનક છે.