શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

ગુજરાતમાં તમામ બીપીએલ કુટુંબને રહેઠાણ - મોદી

P.R
ગુજરાતમાં બીપીએલ કુટુંબોના ગ્રામીણ આવાસ ક્ષેત્રમાં મીશન મોડ ઉપર અભ્યાસ કરીને તમામ 3.22 લાખ કુટુંબોને આવાસ માટે જમીનના પ્લોટની ફાળવણી કરી છે. ગુજરાતમાં ગરીબી રેખા નીચે જીવતા કોઈ કુટુંબ ઘરવિહોણું નહી રહે તેમ રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે નવી દિલ્લી ખાતે યોજાયેલી બાંધકામ ઉદ્યોગની રાષ્ટ્રીય પરિષદમાં વક્તવ્ય આપતા જણાવ્યુ હતુ.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે ગુજરાત પ્રથમ રાજ્ય હશે જ્યા બીપીએલના તમામ કુટુંબોને આવાસ જમીનના પ્લોટની ફાળવણી કરી છે અને બીપીએલ પરિવાર આવાસ વિનાનુ નહી રહે એવો નિર્ધાર વ્યક્ત કરતા તેમણે ઉમેર્યુ હતુ કે ભારતમાં શહેરીકરણ ઝડપથી થઈ રહ્યુ છે. તેને દેશમાં સમસ્યા તરીકે ગણવામાં આવે છે. જ્યારે ગુજરાતમાં શહેરીકરણને એક અવસર તરીકે માણીને આવાસનો એક માળખાકીય સુવિદ્યા દ્વારા જનસુખાકારીનો દ્રષ્ટિકોણ અપનાવ્યો છે. તેમણે કહ્યુ હતુ કે ગુજરાતના રૂરલ પ્રોજેક્ટને વ્યાપક આવકાર મળી રહ્યો છે.

ગુજરાત સરકાર ગામડાંઓની સુવિદ્યા અંકબંધ રહે તે માટે રૂલબંધ ટાઉનશીપનુ મોડલ વિકસાવવાની પહેલ કરી છે. ગુજરાતમાં ગરીબી રેખા હેઠળ જીવતા ગરીબ પરિવારો ઘર વિહોણા ન રહે અને તેમને ઘરનુ ઘર મળી રહે એવા શુભ આશયથી તમામ 3.22 લાખ કુટુંબોને આવાસ માટે જમીનના પ્લોટ્સ ફાળવવામાં આવ્યા છે. ગામડાઓમાં પણ માળખાકીય સુવિદ્યાઓ ઉભી કરવા રાજ્ય સરકારે પ્રયાસો આદર્યા છે.