શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 27 ફેબ્રુઆરી 2015 (17:12 IST)

ગુજરાતમાં પાણી કરતા દારુ સહેલાઇથી મળે છે

ગઇકાલે વિધાન સભામાં બીન સરકારી વિધેયક ગુજરાત રાજય કેન્‍સર અને ડ્રગના વ્‍યસનથી પીડીતી લોકોની સારવાર માટેના માળખાકીય ફંડ બાબતના વિધેયક ઉપર ચર્ચામા ભાગ લેતા વિધાન સભા કોંગ્રેસ પક્ષના પ્રવકતા અને ધારાસભ્‍યએ જણાવ્‍યું હતું કે મહીલા તબીબ ડો.નીમાબેન આચાર્ય જે વિધેયક લઇને આવ્‍યા છે. તે એક મહીલા તબીબ તરીકે સરકાર અને આરોગ્‍ય વિભાગને ચેતવ્‍યા છે. તે એક સરાહનીય બાબત છે. અને સરકારે જાગવાની જરૂર છે. કારણ કે અમદાવાદ શહેરની સીવીલ હોસ્‍પિટલમાં કેન્‍સર વિભાગમાં જ ૧૩૬ જેટલી જગ્‍યાએ ખાલી છે. ઉપરાંત સદરહુ બીલમાં ૮ લોકો બોર્ડના સભ્‍ય તરીકે બોર્ડમાં સમાવેશ કરવો જોઇએ ગુજરાતમાં દારૂ જુગારનું દુષણ રોકવુ જોઇએ.

   તમાકુના સેવનથી મોઢા જીભ અને તાળવાનું કેન્‍સર થાય છે. ત્‍યારે ગુટખા, પાન,તમાકુ,બીડી,સીગારેટ,ડ્રગ્‍સ તથા દારૂના વ્‍યસનની ચીંતા થાય છે. ત્‍યારે રાજયમાં ગુટખા ઉપર પ્રતીબંધ હોવા છતા ખુલ્લેઆમ ગુટખાનું વેચાણ થાય છે. ત્‍યારે ગુટખા બીડી અને તમાકુ વેચતા નાના વેપારીઓને દંડ કરવામાં આવે છે. જયારે ગુટખાનું ઉત્‍પાદન કરનાર કંપનીઓ બંધ કરવામાં સરકારને રસ નથી. દારૂબંધી અમલમાં હોવા છતા કેટલાય પોલીસ અને બુટલેગરોની સાથે મીલીભગતના કારણે કરોડો રૂપીયાનો દારૂ રાજયમાં ઠલવાય છે. ૨૦૧૩ ના વર્ષમાં પકડાયેલ દેશી અને વિદેશી દારૂની કીંમત રૂા.૭૦,૫૭,૮૨,૭૮૮ અંદાજાયેલ છે. જેની બોટલોની સંખ્‍યા ૬૬૩૧૭૦૯ થાય છે.

   દારૂ પકડાયાના છેલ્લા ૫ વર્ષના સતાવાર આંકડા આપી જણાવેલ કે અમદાવાદ શહેરમાં ઠેર ઠેર દારૂના અડ્ડા ચાલે છે. ભાજપના બે ધારાસભ્‍યઓએ સંકલન સમીતીમાં જણાવ્‍યું હતું કે સરસપુર રખીયાલના પે-એન્‍ડ યુઝ ટોયલેટમાં જ દારૂ જુગારના અડ્ડાઓ ધમ ધમે છે. આમ શાસકપક્ષના ધારાસભ્‍યની ફરીયાદોને પણ તંત્ર ગંભીરતાથી લેતું નથી દારૂ મળેલ જ નહી તો પીવાનો અને દારૂ વ્‍યસનનો સવાલ જ ઉપસ્‍થિત ના થાય દારૂના લીધે લીવર,કીડની અને ઘરેલુ હીંસાના બનાવો પણ બનતા હોય છે. મહીલાઓએ જાતે દારૂ જુગારના અડ્ડાઓ બંધ કરવા નીકળવુ પડે છે.

   કેન્‍સરનો રોગ અટકે તે માટે દરેક જીલ્લા મથકે કેન્‍સરના તપાસ કેન્‍દ્રો અને પુનર્વસન કેન્‍દ્રો પણ ઉભા કરવા જોઇએ જેથી પ્રાથમીક તપાસમાં જ કેન્‍સરનું નિદાન થઇ શકે અને પોઝીટીવ કેસમાં સારવાર થઇ શકે આવા સેન્‍ટરોમાં ટ્રેઇની ડોકટરો હોવા જોઇએ. રાજયના મુખ્‍યમંત્રી મહીલા છે ત્‍યારે રાજયના દરેક તાલુકા મથકે મહીલાઓમાં થતા કેન્‍સરના નિદાન માટે જેવા કે મેમોરીયલ સેન્‍ટર અને પેટસ સેન્‍ટરમાં બન્ને ટેસ્‍ટ ૪૦ વર્ષ કરતા વધુ ઉંમરની મહીલાઓને મફત અને ફરજીયાત હોવા જોઇએ આવા ટેસ્‍ટ કરવામાં આવે તો અગાઉથી કેન્‍સર છે તેવી ઓળખ થઇ શકે અને મહીલાઓને ગંભીર બીમારીમાંથી બચાવી શકાય છે.

   ડ્રગ સેવનથી થતા રોગો અટકાવવા સરકારે ડ્રગના વેચાણઅને વપરાશ ઉપર કડક પ્રતીબંધ મુકી દેવો જોઇએ.સરકારને વેટની પણ મોટી આવક થતી હોય તે જતી કરવી જોઇએ કાળા નાણાની લાલચ છોડીને આવા ગેરકાયદેસર ધંધા તાત્‍કાલીક બંધ કરાવવા જોઇએ અને સમાજ અને યુવાધનને બચાવવુ જોઇએ