મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદ , બુધવાર, 1 જુલાઈ 2015 (14:11 IST)

ગ્રાઉન્ડ ફ્લોરના રપ મકાન અનામત રખાશે

મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળના ઇડબ્લૂએસવાળાં મકાનો ડ્રો પદ્ધ‌િતથી ફાળવણી કરાતી હોઇ મુખ્યમંત્રીના કાર્યાલયથી રજૂઆત આવે તેવા કિસ્સાઓ કે જેમાં જાણકારીના અભાવે ઇડબલ્યુએસની અરજી ન કરી હોય અથવા અરજી કરી હોય પરંતુ ડ્રોમાં મકાન ન ફાળવાયેલું હોય તેવી નાનાં બાળકો ધરાવતી વિધવા, નિરાધાર અને નિઃસહાય સ્ત્રીઓ કે વિકલાંગ લોકોને માટે ડ્રો દરમ્યાન દરેક ઝોનમાંથી સરખા ભાગે ગ્રાઉન્ડ ફ્લોરના રપ મકાન અનામત રખાશે. પરંતુ આવા લોકોની વાર્ષિક આવક રૂ. અેક લાખ કે તેથી ઓછી હોવી જરૂરી છે.

ગુરુવારે બપોરે બે વાગ્યે મળનારી સ્ટેન્ડિંગ કમિટીના એજન્ડામાં મ્યુનિ. તંત્ર દ્વારા આ પ્રકારની દરખાસ્ત કમિટીની મંજૂરી માટે મુકાઇ છે. આ દરખાસ્તમાં વધુ જણાવ્યા મુજબ કોઇ શારીરિક વ્યાધિને કારણે કે અંધ-અપંગતાના કારણે પૂર્ણપણે અથવા ૮૦ ટકાથી વધારે વિકલાંગ લોકો, નાનાં બાળકો ધરાવતી વિધવા, નિરાધાર નિઃસહાય સ્ત્રીઓ, ગરીબીની રેખા નીચે જીવતા હોય તેવા વ્યક્તિઓ કે આવા અન્ય કારણસર જરૂરિયાતમંદ જણાય તેવા વ્યક્તિઓના પરિવાર કે જેમના પરિવારની વાર્ષિક આવક રૂ. એક લાખ કે તેથી ઓછી હોય તેવા લોકોએ  ઇડબ્લૂએસ માટેની મંગાવેલી અરજીઓ વખતે અરજી કરી હોય. પરંતુ ડ્રોમાં સફળ ન થયા હોય અથવા અરજી જ ન કરી હોય તો પણ તેઓને ફોર્મમાં જણાવેલી તમામ શરતોને આધિન રહી મકાન ફાળવી શકાય તે માટે ઇડબ્લૂએસ આવાસ માટે થનાર ડ્રોમાંથી દરેક ઝોનમાંથી સરખાભાગે કુલ મળીને ગ્રાઉન્ડ ફ્લોરના રપ મકાનોને બાકાત રખાશે. રજૂઆત આવે તે સમયે મુખ્યમંત્રીના કાર્યાલયથી આ પ્રકારના કિસ્સાઓની મેેયરના અધ્યક્ષસ્થાને બનાવેલી કમિટી .ઝોનલ સ્તર ચકાસણી રિપોર્ટના આધારે અનામત રાખેલા રપ આવાસ પૈકી જે તે ઝોન હેઠળના ઇડબ્લૂએસ આવાસ ફાળવવામાં આવશે.