ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: શનિવાર, 28 ડિસેમ્બર 2013 (12:28 IST)

'ચમચાઓ' (સ્ટીલનાં) દ્વારા ભાજપ ગુજરાતમાં ઘરે-ઘરે પહોંચશે

P.R
ભાજપે નરેન્દ્ર મોદીને દેશભરમાં, ગામે ગામ અને ઘરે-ઘરે પહોંચાડવા નવતર નુસખો અજમાવ્યો છે. જેમાં અમદાવાદમાં બનતાં સ્ટીલના વાસણો પર નરેન્દ્ર મોદીનો ફોટો અને તેના સૂત્ર વાળુ સ્ટીકર લગાડવામાં આવશે. દર મહિને અંદાજે રપ લાખ જેટલા વાસણોનું અમદાવાદમાં ઉત્પાદન થાય છે. અને તે દેશના દરેક રાજયોમાં જાય છે. આથી આ રીતે દેશભરમાં અસરકારક રીતે પ્રસિધ્ધિ કરી શકાશે.

નરેન્દ્ર મોદી જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા છે ત્યારથી તેઓનું પ્રચાર-પ્રસારનું કામ હંમેશા અસરકારક સાબિત થયું છે. કાર્યકર્તાઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ હોય, કે વિધાનસભાની ચૂંટણી વખતે થ્રી-ડી પ્રચાર સભા હોય, ટેકનોલોજીમાં તેઓ હંમેશા અવ્વલ રહ્યા છે. તેમાંય વડાપ્રધાન પદના ઉમેદવાર બન્યા બાદ તેમની પ્રચારની સ્ટાઈલ પણ કાયમ ચર્ચામાં રહી છે.
હવે ભાજપે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના પ્રચાર માટે નવતર પ્રયોગ કરવા જઈ રહ્યું છે. પ્રદેશે જણાવ્યું હતું ક સમગ્ર દેશમાં સ્ટીલ મેન્યુફેક્ચરિંગમાં જોઘપુર અને મુંબઈ પછી અમદાવાદ આવે છે. આ ફેક્ટરીઓમાં દર મહિને અંદાજે રપ લાથી વધુ સ્ટીલના વાસણો બનીને દેશભરમાં જાય છે.

આથી એવું નક્કી કરાયું કે જો અમદાવાદમાં આવેલી સ્ટીલ ફેક્ટરીના માલિકો સાથે સંકલન કરીને તેના દ્વારા ઉત્પાદિત વાસણો પર નરેન્દ્ર મોદીનો ફોટો લગાડાય અને નરેન્દ્ર મોદીનું સૂત્ર લગાડવામાં આવે તો સમગ્ર દેશના ઘર-ઘર સુધી સારો પ્રચાર-પ્રસાર થઈ શકે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં વાસણના મેન્યુફેક્ચર હોય તેવા અંદાજે ૪૦૦ જેટલા વેપારીઓ છે. જે પૈકી સ્ટીલના વાસણો બનાવતા હોય તેવા ર૦૦ જેટલા વેપારીઓ છે.

આ માટે ફેક્ટરી માલિકો સાથે બેઠક યોજાઈ અને દરેક ફેક્ટરી માલિકો સંમત થઈ ગયા. આથી હાલમાં જે વાસણોનું ઉત્પાદન થઈ રહ્યું છે. તેમાં નરેન્દ્ર મોદીના ફોટા સાથે સૂત્રો વાળા સ્ટીક લગાડવામાં આવી રહ્યા છે. જેમાં લખ્યું છે કે નમો સૂત્રઃ નઈ સોચ, નઈ ઉમ્મીદ તથા હર હર મોદી, ઘર-ઘર મોદી. આ ઉપરાંત કમળનું ચિહ્ન પણ મુકવામાં આવ્યું છે.
આ અભિયાન આગામી મે માસ સુધી ચલાવવામાં આવશે. એટલે કે લોકસભાની ચૂંટણી યોજાય ત્યાં સુધી આ રીતે દર મહિને રપ લાખ વાસણો પર આવા સ્ટીકર લગાડવામાં આવશે.