ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: રાજકોટ , શુક્રવાર, 3 જુલાઈ 2015 (15:01 IST)

છ કીલો ગાંજા સાથે ઝડપાયા

રાજકોટ રેલવે સ્ટેશન પર ઓડિસાથી આવેલા પરપ્રાંતીય શખસને રેલવે એલસીબી પોલીસે રૂ. 37 હજારની કિંમતના છ કીલો ગાંજા સાથે ઝડફી લઈ કાર્યવાહી હાથ ધરી છે.

બનાવ અંગેની પ્રાપ્ત વિગત મુજબ મુળ ઓડિસાનો અને હાલ જામનગરમાં રહેતો અને સેન્ટ્રીંગ કામ કરતો વિષ્ણુ રાઉલા, જગન્નાથ રાઉલા નામનો ઉડીયા શખસ ગઈકાલે સાંજના ઓખા-પુરી ટ્રેનમાં ઓડીસાથી રાજકોટ આવ્યો હતો અને રેલવે પોલીસ દ્વારા ટ્રેનમાં ચેકીંગ હાથ ધરવામાં આવતા ઉડીયા શખસ ટ્રેનમાંથી પોતાની બેગ લઈ નીચે ઉતરી પ્લેટફોર્મ પર આટા લગાવતો હતો તે દરમ્યાન રેલવે એલસીબીના ઈનચાર્જ પીએસઆઈ નવીનભાઈ એચ.ચાવડા અને તેની ટીમે ઉડીયા શખસને શંકાસ્પદ હાલતમાં ઝડપી લઈ બેગની તલાસી લેતા બેગમાંથી રૂ. 37200ની કિંમતનો 6220 ગ્રામ ગાંજાનો જથ્તો મળી આવતા પોલીસે ઉડીયા શખસની ધરપકડ કરી એવોર્ડની ખાસ જાહેરાત કરી હતી.