ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગાંધીનગર , સોમવાર, 24 નવેમ્બર 2014 (17:56 IST)

'જાદુગર' કુંતલ નિમાવતનો જાદુ રાજય કક્ષાની સ્પર્ધામાં 4 અેવોર્ડ

ગુજરાત રાજય એકાંકી નાટ્ય સ્પર્ધામાં કુંતલ નિમાવત લિખિત 'જાદુગર' નાટકે ઈતિહાસ રચતાં શ્રેષ્ઠ નાટક સહિત 4 અેવોર્ડ પ્રાપ્ત કરીને ગાંધીનગર શહેર-જિલ્લાને ગૌરવ અપાવ્યું છે.

જયશંકર સુંદર નાટય ગૃહ, રાયખડ, અમદાવાદ ખાતે ગત તા. 17 નવેમ્બરથી આ સ્પર્ધાનો આરંભ કરવામાં આવ્યો હતો. સ્પર્ધાનો આરંભ 22 નવેમ્બર સુધી ચાલી હતી.આ 6 દિવસો દરમ્યાન કુલ 30 નાટકો ભજવવાનું આયોજન હતું, પરંતુ તે પૈકી 24 નાટકોએ જ સ્પર્ધામાં ભજવણી કરી હતી, જે પૈકી ગાંધીનગર તરફથી રજૂ થયેલા જાદુગર નામક નાટકે શ્રેષ્ઠ નાટક સહિત 4 એવોર્ડ પ્રાપ્ત કરીને મોટું આશ્ચર્ય સર્જ્યું હતું.

શનિવારે રાત્રિએ વિજેતા નામોની જાહેરાત થતાં જ ગાંધીનગરના કલાકારો રંગમાં આવી ગયા હતા. કારણ કે કુંતલ નિમાવત લિખિત, દિવ્યકાન્ત વર્મા દિગ્દર્શિત નાટક જાદુગરને પ્રથમ ક્રમાંકનું ઈનામ જાહેર થયુંહતું. આ ઉપરાંત આ જ જાદુગર નાટક માટે દીપલ પરમારને શ્રેષ્ઠ અભિનેત્રી, દિવ્યકાન્ત વર્માને શ્રેષ્ઠ દિગ્દર્શક અને કુંતલ નિમાવતને શ્રેષ્ઠ મૌલિક નાટક માટેનું ઈનામ પ્રાપ્ત થયું હતું. આમ, કુંતલ નિમાવત લિખિત નાટક જાદુગર ને કુલ ચાર ઈનામો પ્રાપ્ત થયાં હતાં.
જાદુગર નાટકમાં દીપર પરમાર, દિવ્યકાન્ત વર્મા અને કુંતલ નિમાવતે અભિનય આપ્યો હતો. રોનક સુતરીયાએ મ્યુઝીક, મયુર ભાટીયાએ લાઈટ અને નીતિન પરમાર, સાગર દેસાઈ તથા પાર્થ બારોટે બેક સ્ટેજની કામગીરી સંભાળી હતી. વેળાએ નિર્ણાયકોએ જાદુગર નાટકનાં સઘળાં પાસાઓને સરાહી તેને સર્વાંગી સંપૂર્ણ નાટક તરીકે બિરદાવ્યું હતું અને તેના કલાકારો-કસબીઓને અભિનંદન પાઠવ્યા હતા.

સ્પર્ધાના નિર્ણાયકો તરીકે સુભાષ દેસાઈ (વલસાડ), ભરત યાજ્ઞિક (રાજકોટ) અને રાજુ બારોટ (અમદાવાદ) ઉપસ્થિત રહ્યા હતા. ઈનામ વિતરણ સમારોહનું સંચાલન પણ નિર્ણાયક સુભાષ નાયકે કર્યું હતું. વિજેતા નામોની જાહેરાત રાજુ બારોટ દ્વારા કરવામાં આવી હતી.