શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 21 ઑક્ટોબર 2016 (16:40 IST)

જામનગરમાં સિલિન્ડર બ્લાસ્ટથી 6 લોકોને ગંભીર ઈજા, ધડાકાનો અવાજ એક કિલોમિટર સુધી સંભળાયો

જામનગરમાં  દિગ્વિજય પ્લોટ પાસેની દુકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં પ્રચંડ ધડાકો થયો હતો. જેના કારણે આજુબાજુમાં આવેલી 8 બિલ્ડિંગો અને દુકાનોને અસર પહોંચી હતી. બ્લાસ્ટને કારણે 6 લોકોને ગંભીર ઈજા પહોંચી છે. ધડાકાનો અવાજ સાંભળીને આજુબાજુના લોકો ધ્રૂજી ઉઠ્યાં હતાં. પોલીસનું માનવું છે કે આ કોઈ પદાર્થને કારણે બ્લાસ્ટ થયો હોય તેવું લાગી રહ્યું છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ, FSL અને ડોગ સ્ક્વોડની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. પ્રચંડ ધડાકાથી આજુબાજની 8 બિલ્ડિંગો અને દુકાનોને નુકશાન થયું હતું અને વિસ્તારમાં આવેલી સ્કૂલની બિલ્ડિંગ અને ઘરોના કાચ પણ તૂટી ગયા હતાં. ઘાયલ છ લોકોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં. આ વિસ્તારમાં રહેતા લોકોએ જણાવ્યું હતું કે દુકાન સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટનો અવાજ અડધો કિલોમીટર સુધી સંભળાયો હતો અને આજુબાજુની બિલ્ડિંગો અને દુકાનોમાં અસર પહોંચી હતી. બ્લાસ્ટનો અવાજ એટલો મોટો હતો કે લોકો ઘરમાં પણ ધ્રૂજી ઉઠ્યા હતાં.