ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Updated :ગાંઘીનગર , બુધવાર, 26 નવેમ્બર 2014 (15:50 IST)

જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તાલીમનું આયોજન

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંઘીનગર દ્વારા આર્મી, એરફોર્સ, નેવી, અર્ઘ લશ્કરી દળો, પેરા મીલીટ્રી ફોર્સીસ તથા પોલીસ ફોર્સ વગેરેમાં જોડાવવા માંગતા ઉમેદવારોને ભરતી પૂર્વે શારીરિક તેમજ માનસિક ક્ષમતા માટેની સ્વાદ વિવેકાનંદ પૂર્વ સંરક્ષણ નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે.
 
     આર્મી, એરફોર્સ, નેવી, અર્ઘ લશ્કરી દળો, પેરા મીલીટ્રી ફોર્સીસ તથા પોલીસ ફોર્સ વગેરેની જગ્યાઓ માટે શારીરિક યોગ્યતા ઘરાવતા, નિયત કરેલ જરૂરી શૈક્ષણિક લાયકાત ઘોરણ- ૧૦ પાસ અને નિયત વય ૧૭૧/ર વર્ષ થી ૨૧ વર્ષ અથવા ઘોરણ-૧૨ પાસ અને નિયત ઉંમર ૧૭ ૧/૨ થી ૨૩ વર્ષ ઘરાવતા યુવાનોને શારીરિક/માનસિક ક્ષમતા તથા લેખિત પરીક્ષા માટે આ ઘનિષ્ઠિ તાલીમ આપવામાં આવશે.
 
     આ તાલીમ વર્ગમાં શારીરિક યોગ્યતા માટે ઉંચાઇ, વજન તથા છાતી અને શારીરિક કસોટીઓ જેવી કે દોડ, લાંબો કુદકો, પુલ અપ્સમ વગેરેની ફિઝીકલ ઇન્સ્ટ્રકકર દ્વારા ભરતીને અનુરૂપ ફીઝીકલ/મેન્ટલ તાલીમ આપવામાં આવશે. તાલીમી વ્યાખ્યાતાઓ દ્વારા અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન તથા સામાન્ય જ્ઞાનની પણ તાલીમ આપવામાં આવશે.
 
     આ તાલીમ વર્ગ માટે ઉમેદવારોની યાદી રોજગાર કચેરી દ્વારા તૈયાર કરવા માટે કચેરીના કામકાજના દિવસોમાં સવારના ૧૧ થી સાંજના ૬ કલાક સુઘી ઉંચાઇ, વજન, શારીરિક ક્ષમતા વગેરેનો ટેસ્ટા લઇ પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. પસંદગી થયેલ ઉમેદવારોની સિવિલ હોસ્પિ્ટલમાં ર્ડાકટર મારફતે પ્રાથમિક તબીબી ચકાસણી કરીને તાલીમાર્થીઓની ફાઇનલ યાદી તૈયાર કરવામાં આવશે.
 
      આ તાલીમ વર્ગમાં જોડાનાર ઉમેદવારને દૈનિક રૂપિયા ૧૦૦/- લેખે ૩૦ દિવસના રૂપિયા ૩૦૦૦/- સ્ટા ઇપેન્ડ ચેક દ્વારા ચુકવવામાં આવશે. રહેવા અને જમવાની સુવિઘા વિના મૂલ્યે રહેશે. આ તાલીમ વર્ગમાં જોડાવવા માટે ઉમેદવારે એક પાસપોર્ટ સાઈઝના ફોટો સાથે અરજી ફોર્મ ભરવાનું રહેશે. તાલીમની વઘુ માહિતી માટે રોજગાર વિનિમય કચેરીની હેલ્પલાઇન ટેલીફોન નંબર ૨૩૨ ૫૭૫૭૧ પર સંપર્ક કરવો. આ તાલીમમાં જોડાવવા ઇચ્છતા હોય તો કચેરીના કામકાજના દિવસમાં રોજગાર વિનિમય કચેરી, ગાંઘીનગર ખાતે રૂબરૂ આવ સંમતિ પત્રક ભરી જવા રોજગાર અઘિકારીશ્રીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.