ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Updated : શુક્રવાર, 19 ડિસેમ્બર 2014 (16:39 IST)

જીવનસાથી પસંદગી મેળા હવે પિકનિક પાર્ટીની જેમ યોજાઇ રહ્યા છે

‘યોગ્‍ય જીવનસાથી' ની પસંદગી અંગે યુવક અને યુવતી બંને મનના ખૂણામાં એક મુંઝવણ અનુભવતા હોય છે. યોગ્‍ય પસંદગી માટે ઉમેદવારો પરિવારના વર્તુળોથી બહાર જઇને મેરેજ બ્‍યૂરો તથા ઓનલાઇન પોર્ટલની પણ મદદ લેતા થયા છે. અનેક યુવાનો જીવનસાથી પસંદગી સમારોહમાં ભાગ લે છે, પરંતુ તેમાં ઉમેદવારોને એકબીજાને ઓળખવાનો બહુ ઓછો સમય મળતો હોવાથી પિકનિકનો ટ્રેન્‍ડ શરૂ થયો છે. પોતાના જીવનસાથીની પસંદગી કરતાં પહેલા તેને જાણવા, સમજવા અને જોવા માટે પૂરતો સમય મળી રહે તે માટે વિનામુલ્‍યે અમુલ્‍ય સેવા સંસ્‍થા દ્વારા આવી પિકનિકનું આયોજન કરવામાં આવે છે.

   આ નવા જ વિચાર અંગે વિસ્‍તૃત માહિતી આપતાં નટુભાઇ પટેલ તથા ભારતીબેન રાવલે જણાવ્‍યું હતું કે, તેઓ છેલ્લા આઠ વર્ષથી આવી પિકનિક કરી રહ્યા છે. જેનો તેમને ખૂબ જ સારો આવકાર મળી રહ્યો છે. આ આઠ પિકનિકમાં ૧૦૦ યુગલો લગ્નના બંધનમાં બંધાયા છે. એટલે કે દરેક ટૂરમાં ૧૨-૧૩ યુવક- યુવતીઓની પોતાની જીવનસાથી તલાશ પૂરી થાય છે. દ્યણી વખત કોઇ યુવતી કે યુવક દેખાવમાં સામાન્‍ય હોય પરંતુ તેની વર્તણૂક કે કોઇ ક્ષેત્રે તેનું કૌશલ્‍ય અથવા વડીલો સાથે વાત કરવાની રીતભાત જોઇને સામેનું પાત્ર તેના તરફ આકર્ષાતું હોવાના ઘણા બનાવો બન્‍યા હતા.

   તેઓ અગાઉ નળ સરોવર, બાલારામ સહિતના સ્‍થળોએ આવી લગ્નોત્‍સુક ઉમેદવારો માટેની પિકનિકના આયોજનો કરવામાં આવ્‍યા હતા. જે. ભારતીબેન રાવલે જણાવ્‍યું હતું કે ગયા વર્ષેજ સંગીતમાં ખૂબ જ રૂચી ધરાવતા એક યુવકને ઘણી યુવતીઓ સાથે મિટિંગ કરી પરંતુ તેને દેખાવમાં સામાન્‍ય પરંતુ સંગીતમાં રસ ધરાવતી યુવતી સાથેની ચર્ચા વિચારણા દ્વારા તેની સાથે જ લગ્ન કરવાનો નિર્ણય લીધો.

   આ પિકનિકને લઇને જ લગ્નના તાંતણે બંધાયેલા એક યુગલે જણાવ્‍યું હતું કે યુવતી યુવક કરતાં બે વર્ષ મોટી હતી પરંતુ બન્નેના વિચારો એટલા બધા મળતા આવતા હતા કે તેમણે લગ્ન કરી લેવાનો નિર્ધાર કર્યો હતો. જો કે તેઓ ચાર- પાંચ કલાક એક બીજાની સાથે રહ્યા હોવાથી આ શક્‍યા બન્‍યું હતું.



વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો.