ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 22 જુલાઈ 2014 (14:53 IST)

જુનાગઢ મહાનગર પાલિકાની ચુંટણીમાં પણ કોંગેસનો સફાયો, ભાજપનો વિજય

જુનાગઢ મહાપાલિકાની ચુંટણીની મતગણતરીનો પ્રારંભ સવારે ૯ કલાકે કૃષિ ઇજનેરી કોલેજ ખાતે થયો હતો જેમાં પ્રારંભિક ગણતરીમાં વોર્ડ નં ૧માં ભાજપના એક અને બસપાનાં  ૨ ઉમેદવારોનો વિજય થયો હતો. જયારે વોર્ડ નં ૧૧માં ભાજપના ઉમેદવાર ગિરીશભાઇ કોટેચાની પેનલ અને વોર્ડ નં ૬ના શહેર ભાજપ પ્રમુખ સંજયભાઇ કોરડિયાની પેનલનો વિજય થયો છે.

રવિવારે ૨૦ વોર્ડની પ૯ બેઠક માટે પ૪.૧૭ ટકા મતદાન થયુ હતું જેવી ગણતરીનો પ્રારંભ સવારે ૯નાં ટકોરે કૃષિ ઇજનેરી કોલેજ ખાતે થયેલ.   પ્રારંભમાં વોર્ડ નં ૧ની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં આ વોર્ડનાં બહુજન સમાજ પાર્ટીનાં ઉમેદવારો અશોકભાઇ માવજીભાઇ ચાવડા, ભૂપત શિવાભાઇ શેઠીયા અને  ભાજપના ઉમેદવાર મીનાબેન મકવાણાનો વિજય થયો હતો.

 આ ત્રણેય ઉમેદવારોએ તેમનાં હરીફોને જોરદાર પછડાટ આપીને વિજયી થયા હતા. આમ મત ગણતરીનાં પ્રારંભે વોર્ડ નં  ૧ ઉપર  બે બેઠકમાં બસપાનાં ઉમેદવારોએ કબ્‍જો જમાવતા રાજકીય સન્નાટો પ્રસરી ગયો છે.

   જયારે વોર્ડ નં ૧૧માં કોંગ્રેસમાંથી તાજેતરમાં ભાજપમાં આવેલા રઘુવંશી અગ્રણી ગિરીશભાઇ કોટેચાને ૪૨૧૪, દિવાળીબેન પરમારને ૩પ૮૦ અને નિખીલભાઇ ધાવાણીને ૩૬૬પ મત મળ્‍યા છે. અને આ આખી પેનલ વિજેતા થઇ છે.

   જયારે વોર્ડ નં ૬માં જુનાગઢ શહેર ભાજપ પ્રમુખ સંજયભાઇ કોરડીયાને ૪૨પ૨, સરલાબેન સોઢાને ૪૩૪૦ અને હિમાંશુભાઇ પંડયાને ૪૨૦૨ મત મળ્‍યા છે. મત ગણતરી સ્‍થળે મોટી સંખ્‍યામાં આગેવાનો, કાર્યકરો સીહત લોકો પરિણામ જાણવા માટે ઉમટી પડયા છે. ચુસ્‍ત બંદોબસ્‍ત અને કલેકટર અશોક કુમારની સીધી દેખરેખ નીચે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી.

   પ્રથમ વોર્ડ નં. ૧માં બસપાની પેનલ વિજેતા બનતાં રાજકીય મુંઝવણ વધી ગઇ હતી.

   છેલ્લા અહેવાલો મુજબ સવારે ૧૦:૧પ વાગ્‍યે વધુ ૨ વોર્ડ નં ૧૨ અને ૧૭માં પણ ભાજપની આખી પેનલ ચુંટાઇ આવતા ભાજપને જાહેર થયેલ ૨૪માંથી ૨૨ બેઠકો મળી છે. ૨ બેઠક બસપાને ફાળે ગઇ છે.

   ભાજપનો વોર્ડ નં ૨, ૭, ૧૧, ૧૨, ૧૩, ૧૬ અને ૧૭માં આખી પેનલ જીતી છે. જયારે વોર્ડ નં. ૧માં ૧ બેઠક મળી છે.