શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: મંગળવાર, 28 ફેબ્રુઆરી 2012 (10:58 IST)

જૂનાગઢના નવાબનો અમૂલ્ય ખજાનો હવે જનતા જોઈ શકશે

P.R
જૂનાગઢના નવાબના અમૂલ્ય ખજાનાને જૂનાગઢના સરદાર બાગમાં આવેલ તાજમંઝીલ બિલ્ડીંગ સંગ્રહાલયમાં જાહેર જનતા માટે પ્રદર્શિત કરવાનું આયોજન છે.

હાલમાં જૂનાગઢના નવાબનો આ ખજાનો કલકેટર, જૂનાગઢ હસ્તકની તિજોરીમાં છે, તેમ વિધાનસભામાં જૂનાગઢના ધારાસભ્ય મહેન્દ્ર મશરૂના એક પ્રશ્નના ઉત્તરમાં રમતગમત મંત્રી ફકીરભાઈ વાઘેલાએ જણાવ્યું હતું.

વાઘેલાએ જણાવ્યું હતું કે, 1947માં ભારત આઝાદ થતાં જૂનાગઢના નોબતખાન ત્રીજાએ ભારતમાં નહીં જોડાવવાનો નિર્ણય લેતાં સરદાર વલ્લભભાઈ પટેલે લશ્કરી પગલાં લેતાં આ નવાબ પાકિસ્તાન ભાગી ગયા હતા અને ત્યારથી આ ખજાનો જૂનાગઢના કલેકટર હસ્તક છે.

આ ખજાનાને મ્યુઝીયમમાં પ્રદર્શિત કરવા માટે 255000 ના એક એવા 34 બુલેટપ્રુફ શોકેઝ રૂા. 7670000 ના ખર્ચે તૈયાર થઇ રહ્યા છે. આ ખજાનામાં 219 નંગ સોનાના તથા 2426 નંગ ચાંદીના નમૂનાઓ છે. જૂનાગઢના દરબારહોલ તથા સક્કરબાગ મ્યુઝીયમનું એકીકરણ કરવાથી મુલાકાતીઓ વધુ સારી રીતે મુલાકાત લઇ શકશે.