ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 29 નવેમ્બર 2014 (18:03 IST)

ટીયરગેસ ન-કામના થયા હવે છોડાશે મીરચી ગેસ

અમદાવાદ શહેર પોલીસ પાસે રહેલા આધુનિક સાધનો છેલ્લા ઘણા સમયથી ધૂળ ખાઇ રહ્યા હતા આથી શુક્રવારે વહેલી સવારે પરેડ વખતે ઇન્‍સાસ સહીતના આધુનિક શષાોની તાલીમ આપવામાં આવી હતી. એટલું જ નહી ટીયરગેસ હવે  અસરકારક રહ્યા ન  હોવાથી ઓઆર બેઇઝ મીરચી બોમ્‍બ ખરીદવાનો પણ નિર્ણય લેવાયો હોવાથી તેનું પણ પ્રદર્શન કરાયું હતું. શાહપુરમાં થયેલા કોમી તોફાનોમાં ટીયરગેસ અસરકારક રહ્યા ન હતા. વળી, ટોળામાં સામેલ લોકો ભીનો રૂમાલ આંખ પર મુકી દે અને ગેસનો શેલ પોલીસ સામે ફેંકીને હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યા છે.

   જેના નિરાકરણ માટે મરીયમાંથી તૈયાર થયેલા મીરચી ગેસની ખરીદી કરવામાં આવનાર છે. જેની મદદથી ઘરમાં છુપાયેલા લોકો પણ બહાર આવવા મજબુર બની જશે.