ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: નડિયાદ , શુક્રવાર, 24 એપ્રિલ 2015 (16:25 IST)

ડાકોર મંદિરમાં એસીની ઠંડક પ્રસરસે

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં શ્રી રણછોડરાયજી મંદિરમાં આવતા ભક્તો  ઉનાળાની કાળઝાળ ગરમીથી રાહત અનુભવે તે માટે ટેમ્પલ કમિટી દ્વારા મંદિરના ઘુમ્મટ તથા શેડમાં ૧૦૦ જેટલાં કુલિંગ સિસ્ટમના ફુવારા લગાવવામાં આવ્યા છે. આ સિસ્ટમથી દર્શનાર્થીઓને ઠંડક મળશે તથા ૨૦ ડિગ્રી તાપમાનનો ઘટાડો થશે. આ સંદર્ભે મંદિરના મેનેજર દ્વારા જણાવાયું હતું કે, ઉનાળાના વેકેશનની રજાઓમાં મંદિરમાં દર્શનાર્થે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે.

આ દર્શનાર્થીઓની સુવિધાના વધારા માટે તાજેતરમાં ટેમ્પલ કમિટીના ચેરમેન ભરતભાઈ જોષી તથા સભ્યો દ્વારા મંદિરના ઘુમ્મટ તથા પ્રવેશદ્વાર પાસેના શેડમાં કુલિંગ સિસ્ટલિ લગાવવા અંગેનો ઠરાવ કરવામાં આવ્યો હતો.

આ ઠરાવ મુજબ અંદાજે બે લાખ ઉપરાંતના ખર્ચે મંદિરના ઘુમ્મટ તથા શેડમાં ૧૦૦ જેટલા કુલિંગ ફુવારા સિસ્ટમ લગાવવામાં આવી છે. સવારે ૯ કલાકે આ સિસ્ટમ ચાલુ કરવામાં આવે છે. મંદિરમાં દર્શનનો સમય બંધ થાય ત્યારે તેને બંધ કરવામાં આવે છે. બપોરે ૩ થી ૭ કલાક સુધી ફુવારા સિસ્ટમ કાર્યરત રાખવામાં આવે છે. કુલિંગા ફુવારા સિસ્ટમ લગાવવાથી દર્શનાર્થીઓને કાળઝાળ ગરમીમાં પણ ઠંડક અનુભવે છે. સરેરાશ તાપમાન કરતાં ૨૦ ડિગ્રી તાપમાન ઘટતા રાહત થાય છે.

મંદિરના ઘુમ્મટમાં આ સિસ્ટમથી દર્શનાર્થીઓ પરસેવાથી રેબઝેબ થયા વિના ઠંડક અનુભવીને ભગવાનના દર્શન કરી શકે છે. આ કુલિંગ સિસ્ટમમાં આખો દિવસ દરમિયાન ૫૦૦ લિટર પાણી વપરાય છે. આ પાણી ફિલ્ટર કરેલું હોય છે. તેના માટે અલગ પાણીની ટાંકી, પંપ વગેરે તેમજ સમયસર ઓપરેટિંગ થાય તેવું આયોજન ગોઠવવામાં આવ્યું છે. આ ઉપરાંત ગૌશાળામાં પણ આ સિસ્ટમ ગોઠવવામાં આવી છે.