બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Updated :ગાંધીનગર , શનિવાર, 4 જુલાઈ 2015 (16:07 IST)

ડિજિટલ ગુજરાત કયારે

કેન્દ્ર સરકાર ડિજિટલ ઇન્ડિયા સપ્તાહ ઉજવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તુલના ટેક્નોસેવી વ્યક્તિત્વ તરીકે કરવામાં આવે છે. સરકારી વહિવટી તંત્રને ડિજિટલાઈઝ કરીને લોક સમૂહને સાંકળવાનો પ્રયાસ કરી રહી છે. સરકારી કામોની જાણકારી અને પારદર્શિતા જળવાય તેમજ લોક સમૂહ સુધી માહિતી સાંકળી શકાય તે માટે વેબસાઈટ અને સાયબર સુવિધાનો મહત્તમ ઉપયોગના હિમાયતી રહ્યા છે.

વેબસાઈટ અને સોશિયલ માધ્યમો થકી સતત પ્રસિદ્ધિમાં રહેનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડિજિટલ મિડીયાને પ્રાધાન્ય આપવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે જમીની હકિકત કંઈક અલગ જ છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન હતા ત્યારે તેમણે GSWAN (ગુજરાત સ્ટેટ વાઈડ એરિયા નેટવર્ક)ની રચના કરીને રાજ્યની તમામ શાખાઓ અને વિભાગોને વેબસાઈટ અને માહિતી ડિજિટલાઈઝ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રયાસ ઘણા અંશે સફળ પણ રહ્યો હતો. સામાન્ય લોકો અને જે તે વિભાગ સાથે સકળાયેલા તેમજ સામાન્ય જનાતા માટે કડીરૂપ સાબિત પણ થઈ.

ગુજરાતમાં વેબસાઈટોનું સંકલન અને માળખું ખુબ વિસ્તરેલું છે. સામાન્ય ગામની માહિતી ડિજિટલ માધ્યમો થકી શક્ય બની છે. રાજ્ય સરકારના દરેક વિભાગોને ડિજિટલાઈઝ કરી દેવામાં આવ્યા છે. આજે દરેક પ્રભાગની  યોજનાઓ, ટેન્ડરો, નિયમો, અધિનિયમો, કરારો તેમજ સરકારની દિનપ્રતિદિનની કાર્યવાહી સમૂહ માધ્યમો અને વેબસાઈટ થકી પ્રસરે છે. લોકો સરકારની કાર્યવાહી પણ નિહાળી શકે છે. વહિવટીતંત્રની પ્રસ્તુત થયેલી માહિતી અને જાણકારી ઉપલબ્ધ થવાના કારણે માહિતીની સંકિર્ણતા ઘટવા પામી છે. માહિતીનો વ્યાપ વધવાના કારણે આજનો યુગ 'માહિતીનો યુગ" ગણવામાં આવે છે.