શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદઃ , બુધવાર, 20 મે 2015 (16:56 IST)

ડિ‌જીટાઇઝેશન પર ખાસ ભાર મુક્યો

મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળાઓએ ઓફિસ કામગીરીનું ડિ‌જીટાઇઝેશન પર ખાસ ભાર મુક્યો છે. મ્યુનિ. તંત્ર દ્વારા ઇ ગવર્નન્સના વિવિધ ઓફિસોનું વિવિધ તબક્કે અમલીકરણ કરાઇ રહ્યું છે. ઓનલાઇન કમ્પ્લેઇન રી ડ્રેસલ સિસ્ટમ (સીસીઆરએલ) દ્વારા વર્ષે અંદાજે પ.ર૦ લાખ જેટલી ફરિયાદો તંત્રને મળી રહી હોઇ તેનું તાકીદે નિરાકરણ લાવવામાં આવે છે. ફોન નંબર ૧પપ૩૦૩ પર વન કોલ ઓલ સર્વિસ સુવિધા ઉપલબ્ધ કરાવવાની કવાયત હાથ ધરાઇ છે.

ઇ ગવર્નન્સનો હવાલો સંભાળતા આસિ. મ્યુનિ. કમિશનર રમ્ય ભટ્ટ વધુમાં જણાવે છે છે, ‘હવે પછી કોર્પોરેશનના ખાસ પસંદગીના ડોક્યુમેન્ટનું કમ્પ્યૂટરાઇઝેશન કરાશે. વિભિન્ન ખાતાંઓની ફાઇલો, રજિસ્ટરો અને અગત્યના રેકર્ડના કમ્પ્યૂટરાઇઝેશન માટે આશરે પ૦ લાખનો એન્યુઅલ રેટ કોન્ટ્રેક્ટ વિભિન્ન કંપનીઓને અપાશે. જે તે ખાતાના વડા પોતાના વિભાગના ડોક્યુમેન્ટનું કમ્પ્યૂટરાઇઝેશન  ક્યા વર્ષથી કરવાનું છે તે બાબત નક્કી કરશે.

ઉદાહરણ તરીકે જે તે ખાતાના  બિલ ક્લોક કર્મચારીઓની સર્વિસ બુકનું કમ્પ્યૂટરાઇઝેશન કરી શકશે તેવી જ રીતે લીગલ વિભાગ પરત પોતાના કેસ સહિતની માહિતીનું કમ્પ્યૂટરાઇઝેશન કરી શકશે. ડેટા એન્ટ્રી, સ્કેનિંગ તેમજ ઇમેજ કેપ્ચરિંગ કામ માટે વિભિન્ન કંપનીઓને એલ-૧ રેટ મુજબ પસંદ કરાઇ છે તેમ પણ આસિ. કમિશનર રમ્ય ભટ્ટે જણાવ્યું છે.
બાર વર્ષ જૂનું સર્વર બદલાઇને નવું સર્વર નખાશે

કોર્પોરેશનની હાલની વેબસાઇટ www.egovamc.comનું ઇ મેઇલ સર્વર બાર વર્ષ જૂનું થયું છે. તંત્ર હવે નવી વેબસાઇટ પર ભાર મૂક્યો છે.  રમ્ય ભટ્ટ કહે છે, ‘આ નવા સંજોગોને જોતાં તંત્ર નવું  ઇમેઇલ સર્વર અને સોફ્ટવેર ખરીદશે. આ માટે રૂ. પ૦.૦૬ લાખના ટેન્ડરને મંજૂર કરાઇને સ્ટે‌િન્ડંગ કમિટી સમક્ષ મુકાયું છે.’