બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગાંધીનગર , શુક્રવાર, 26 જૂન 2015 (17:15 IST)

તત્કાલ બચાવ-રાહતના પગલાંની ખાતરી

ગુજરાતના મુખ્ય સચિવ શ્રી જી.આર. અલોરિયાએ આજે ગાંધીનગર ખાતે રાજયમાં વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. ભારે દબાણના કારણે ગઇકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થયેલા અતિભારે વરસાદના કારણે સ્થિતિ વણસી છે. ત્યારે રાજય સરકાર દ્વારા લેવાયેલા તત્કાલ બચાવ-રાહતના પગલાં અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સીપલ સેક્રેટરી કે. કૈલાસનાથન પણ ઉપસ્થિત રહયા હતા.

મુખ્યસચિવ જી.આર.અલોરિયાએ અસરગ્રસ્તોને તાત્કાલિક ધોરણે વિવિધ સહાય ચૂકવવા, અસરગ્રસ્ત તાલુકાઓમાં જરૂરિયાત મુજબના બિયારણોની વ્યવસ્થા કરવા, વીજ તથા પાણી પુરવઠો પુનઃપ્રસ્થાપિત કરવા, રોગચાળો ફાટી ન નીકળે તે માટે જરૂરી પગલાં ભરવા, તૂટેલા રસ્તાઓને તાત્કાલિક રીપેર કરવા, સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી.

આ સાથે મુખ્યસચિવે એરફોર્સ, એન.ડી.આર.એફ., કોસ્ટગાર્ડ તેમજ લશ્કરના અધિકારીઓ સાથે પણ વિગતવાર ચર્ચા કરી હતી. બેઠકમાં રાહત કમિશનર ડી.એન.પાંડે, હવામાન ખાતાના અધિકારી સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.