ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 20 ઑગસ્ટ 2014 (16:51 IST)

તહેવારોમાં 108ની દોડાદોડી વધી ગઇ

આ માસમાં રક્ષાબંધન તેમજ જન્માષ્ટમી તહેવારો નિમિત્તે સૌરાષ્ટ્રમાં અકસ્માત તેમજ અન્ય ઈમરજન્સીનો ખાસ્સો વધારો થયો છે. આ સમય દરમિયાન ૧૦૮ ર્સિવસને સરેરાશ કરતા ૫૦ ટકા વધુ ફોન આવતા એમ્બ્યુલન્સ સતત દોડી રહી છે.

તહેવારો દરમિયાન તમામ લોકો ઉજવણીમાં વ્યસ્ત હોય છે પરંતુ તેના ઉત્સાહમાં ક્યારેક અકસ્માતોનો ભોગ બનવો પડે છે. રક્ષાબંધન અને જન્માષ્ટમી દરમિયાન સૌરાષ્ટ્રમાં ૧૦૮ ઈમરજન્સી ર્સિવસ સતત દોડી રહી છે. દ્વારકામાં જન્માષ્ટમીના દિવસે સરેરશ ૨૯ની સામે ૪૭ ઈમરજન્સી નોંધાઈ હતી અને પોરબંદરમાં ૨૫ની સામે ૪૭ ઈમરજન્સી નોંધાતા રાજ્યના અન્ય શહેરો કરતા ૮૮ ટકા જેટલો વધારો થયો હતો.

રાજકોટમા રોજીંદા સરેરાશ ૧૧૦ કેઈસની સામે ૧૫૨ ફોન રળક્યા હતા. સમગ્ર રાજ્યની વાત કરીએ તો દરરોજ ૨૨૦૦ જેટલી ઈમરજન્સી નોંધાય છે પરંતુ રક્ષાબંધનના દિવસે ૨૮૫૬ અને જન્માષ્ટમીના દિવસે ૨૮૬૩ જેટલું પ્રમાણ રહ્યું હતુ.

તહેવારો સમાન્ય લોકો ઉજવણીની મોજ માણી રહ્યા છે ત્યારે ૧૦૮ ઈમરજન્સી સેવામાં રોકાયેલા કર્મચારીઓને પોતાની ફરજ પ્રત્યે સર્મિપત હોઈ આ દિવસોમાં વધુ કામ કરી રહ્યા છે.