ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદ: , ગુરુવાર, 26 નવેમ્બર 2015 (17:48 IST)

થોડા દિવસ રાહ જુઓ શિયાળાને માણવા

વડોદરા અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ અને અમદાવાદમાં વાદળછાયા વાતાવરણને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે અમદાવાદમાં વાદળો વિખેરાયા બાદ ૧લી ડિસેમ્બરથી ઠંડી પડવાની શરૂઆત થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલ શહેરમાં ડબલ સિઝનનો અનુભવ થઈ રહ્યો છે અને શિયાળાની શરૂઆત હજી અનુભવાતી નથી. હવામાન ખાતાના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં ભારે વરસાદની શક્યતા નથી.
જોકે કેટલાક સ્થળોએ ઝરમર વરસાદ આવી શકે છે. ૧લી ડિસેમ્બરથી ઠંડી અનુભવાશે અને તાપમાનમાં ૪ ડિગ્રી જેટલો ઘટાડો થવાની શક્યતા છે. જોકે ગાત્રો થીજાવી દે તેવી કડકડતી ઠંડી પડતા હજુ બીજા ૨૦ િદવસ લાગશે.