ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સુરત , મંગળવાર, 29 જુલાઈ 2014 (13:13 IST)

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ - અમદાવાદ-મુંબઈ વચ્ચેની કંઈ ટ્રેનો મોડી છે જાણો

. મંગળવારે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે મુંબઈ અમદવાદ ટ્રેક પર દોડતી અનેક ટ્રેનો મોડી પડી હતી. નવસારી અને વલસાડના રેલવે ટ્રેક પર પાણી ભરાતા ટ્રેનો ક્યા તો અટકાવી દેવામાં આવી હતી અથવા તો ધીરી પાડી દેવાઈ હતી. વલસાડ અને તેની આજુબાજુના વિસ્તારમાં ભારે વરસાદના કારણે મુંબઈ સુરત અમદાવાદ વચ્ચે ટ્રેન વ્યવ્હાર ખોરવાયો હતો. 
 
અમદાવાદ સુરત વચ્ચેની તમામ ટ્રેનો દોઢથી બે કલાક મોડી દોડી રહી છે. 
 
સૂર્યનગરી એક્સપ્રેસ જે સુરતથી સવારે 0.7.30 કલાકે ઉપડે છે તે આજે સવારે 9.00 કલાકે ઉપડી હતી. જે નવસારી સવારે 10.00 કલાકે ક્રોસ કરી હતી. 
 
શતાબ્દી એક્સપ્રેસ 30થી 45 મિનિટ મોડી ચાલે છે 
 
વીરા સટલ એક્સપ્રેસ વલસાડથી સુરત તરફ આવનાર પહેલી ટ્રેન જે દોઢ કલાક મોડી આવી. 
મુંબઈથી આવતી ગુજરાત એક્સપ્રેસ ટ્રેન સુરત સ્ટેશને દોઢ કલાક મોડી ચાલી રહી હતી. ગઈકાલે રાતે ગુજરાત ક્વીનને સુરત સ્ટેશને જ રોકી દેવામાં આવી હતી અને આજે ગુજરાત ક્વીનને સુરતથી જ ઉપાડવામાં આવી હતી. 
 
આમ સુરતથી અમદવાદ તરફ જતી ટ્રેનોને સમસ્યા ઓછી છે પણ આ ટ્રેનો મુંબઈથી આવતી હોવાને કારણે સુરત અમદાવાદ વચ્ચેનો વ્યવ્હાર પણ ખોરવાયો છે.  તેવી જ રીતે વલસાડના રેલવે ટ્રેક પર ફરી વળેલા પાણી જેમ જેમ ઉતરતા જાય છે તેમ તેમ ધીરે ધીરે ટ્રેન વ્યવ્હાર આગળ વધતો જાય છે.