ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Updated : શુક્રવાર, 1 મે 2015 (14:52 IST)

દમણમાં ૧૦૦૦ પુરૃષે ૫૦૦થી ઓછી મહિલા સંખ્યા - ભારતના ૧૦૦ જિલ્લાઓમાં મોખરે

દમણમાં પુરૃષની સરખામણીએ મહિલાઓની ઘટતી  જતી વસ્તીને લઈ આજે સ્વૈચ્છિક સંગઠનો અને રાજકીય પક્ષોના નેતાઓની બેટી બચાવો માટે ચિંતન બેઠક યોજાઈ હતી. જોકે દમણમાં પરપ્રાંતિય કામદારોની પણ જનસંખ્યામાં ગણતરી થતી હોવાથી સ્ત્રીઓની સંખ્યાનો દર નીચો જ રહે તે સ્વાભાવિક છે. તેમછતાં આ જન્મદર સચવાઈ રહે તે માટે પ્રશાસન તરફથી બેટીના જન્મ સમયે રૃ.૧ લાખ તેમજ ઔદ્યોગિક સંગઠન તરફથી રૃ.૨૫ હજાર આપવામાં આવે તેવી એકસુરે માંગ કરાઈ હતી.
દમણમાં ૧૦૦૦ પુરૃષોની સરખામણીએ હાલ મહિલાઓની સંખ્યા ૫૦૦થી પણ ઓછી છે. પુરૃષ-સ્ત્રી વચ્ચેની અસમાનતા ધરાવતા ભારતના ૧૦૦ જિલ્લાઓમાં દમણનું સ્થાન મોખરે છે. જે ચિંતાજનક સમસ્યા હોવાથી આજે સ્વૈચ્છિક સંગઠનો તેમજ રાજકીય પક્ષના નેતાઓની ચિંતન બેઠક યોજાઈ હતી. જેમાં બેટી બચાવો, બેટી પઢાવોના અસરકારક અમલ માટે વિવિધ સુચનો તેમજ કાર્યશૈલી નક્કી કરવામાં આવી હતી. જેમાં બેટીના જન્મ સમયે પ્રશાસન તરફથી આપવામાં આવતી રૃ.૪૦ હજારની સહાયને રૃ.૧ લાખ કરવામાં આવે, સાથે પ્રદેશમાં આવીને માલેતુજાર બનેલા ઉદ્યોગો પાસેથી રૃ.૨૫ હજારની સહાય આપવામાં આવે તેવી એકસુરે માંગ કરાઈ હતી. 

આ ઉપરાંત સરકારી હોસ્પિટલની સાથે ખાનગી હોસ્પિટલમાં પણ જન્મ લેતી બેટીને પણ રૃ.૪૦ હજારની સહાય આપવા, ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતી છોકરીઓને ફીમાંથી મુક્તિ આપવા, પ્રોફેશનલ કોર્ષમાં પણ ૧૦૦ ટકાની માફી આપવા સુધીની રજૂઆત કરાઈ હતી. બેટી બચાવો અભિયાનની સફળતા પર કલંક લગાડનારી વાત તો એ છે કે દમણની સરકારી હોસ્પિટલમાં મહિલા ગાયનેક જ નથી. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખવાની સાથે પુરૃષ અને મહિલાઓની સંખ્યા  વચ્ચેની અસમાનતાનો દર ઊંચો આવવા પાછળ પરપ્રાંતિય કામદારોની જનસંખ્યામાં કરાયેલો સમાવેશ પણ છે. જેને કારણે વસ્તી ગણતરીમાં પુુરૃષોની સંખ્યા સ્વાભાવિક રીતે વધુ જ આવે. તેમછતાં સ્ત્રીઓનો હાલનો જન્મદર સચવાઈ રહે તે માટે પારોઠના પગલાં અત્યારથી જ ભરવામાં આવે તો ભવિષ્યમાં અસમાનતાની ખાઈ વધતી અટકાવી શકાશે.