શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદ, , શનિવાર, 23 જુલાઈ 2016 (13:52 IST)

દિવ્યાંગોને નોકરી આપવા માટે હાઇકોર્ટનો આદેશ

ગુજરાતમાં દિવ્યાંગોને સરકારી નોકરીમાં ૩ ટકા અનામત આપતો કાયદો અમલમાં હોવા છતાં વર્ષ ૨૦૦૨થી કોઇપણ દિવ્યાંગને તેને લાભ આપવામાં આવ્યો ન હોવાની હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. આ અરજીની સુનાવણી દરમિયાન આજે ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને દિવ્યાંગોને નોકરી આપવા મુદ્દે નિષ્ણાંતોની કમિટી બનાવવા સરકારને આદેશ આપ્યો છે. તેમજ આ કમિટી ચાર જ સપ્તાહમાં રચીને હાઈકોર્ટને જાણ કરવા આદેશ કરાયો છે. 

સાથે જ આ કમિટી દ્વારા કઈ પોસ્ટ પર પ્રજ્ઞાચક્ષુઓને નોકરી પર રાખી શકાય તે નક્કી કરવા પણ જણાવ્યુ છે. હાઈકોર્ટે આજે સુનાવણી બાદ ગુજરાત સરકારની આકરી ઝાટકણી કાઢતા જણાવ્યુ હતું કે, ગુજરાત સરકારે મનસ્વી વર્તન કરીને પ્રજ્ઞાચક્ષુઓને તેમના નોકરીના અધિકારથી વંચિત રાખ્યા છે. સરકાર આ રીતે પોતાની રીતે નિર્ણય લઈ શકે નહીં. સાથે જ કોર્ટે સરકારને પોતાની રીતે પ્રજ્ઞાચક્ષુઓને નોકરી આપવા મુદ્દે કોઈપણ પ્રકારનો નિર્ણય ન લેવા પણ આદેશ કર્યો છે.

મહત્વનું છે કે, હાઈકોર્ટે આ ચુકાદો વર્ષ ૨૦૧૩માં રાજ્ય સરકારે બહાર પાડેલા એક પરિપત્રના સંદર્ભમાં આપ્યો છે. આ પરિપત્રમાં સરકારે શિક્ષકોની ભરતીમાં દિવ્યાંગોને નોકરી નહીં રાખવાનો નિર્ણય જાહેર કર્યો હતો. જે સામે હાઈકોર્ટમાં અરજી થઈ હતી. હાઈકોર્ટે આ સુનાવણી દરમિયાન રાજ્ય સરકારની આકરી ઝાટકણી કાઢી છે. એડવોક્ટ કે. આર.કોષ્ટી દ્વારા હાઇકોર્ટમાં કરવામાં આવી આવેલ જાહેરહિતની અરજીમાં એવી રજૂઆત કરવામાં
આવી હતી કે, રાજ્ય સરકાર અનેક કાર્યક્રમો અને જાહેરાતો કરી દિવ્યાંગ કલ્યાણની મોટી મોટી વાતો કરે છે. પરંતુ કાયદાના અમલમાં ખુદ રાજ્ય સરકાર પાછી રહી છે. સરકારે વર્ષ ૧૯૯૫માં કાયદા દ્વારા દિવ્યાંગોને કેટલાક અધિકારો આપ્યા છે. રાજ્યમાં દલિતોને સરકારી નોકરીઓમાં ત્રણ ટકા અનામત ફાળવવામાં આવી છે. પરંતુ રાજ્ય સરકારે વર્ષ ૨૦૦૨થી આજદિવસ સુધી કાયદાકીય જોગવાઇઓ હેઠળ દિવ્યાંગોને ભરતીના લાભ આપ્યા નથી.