શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: શનિવાર, 30 નવેમ્બર 2013 (13:58 IST)

દેશનો મધ્યમવર્ગ પણ મોદીના મૃગજળમા ફસાયો

P.R

દેશના આર્થિક સુધારાની ગાડી પાટા પરથી ઉતરી ગઇ છે. જેનો ઝટકો મધ્યમવર્ગને વધુ લાગ્યો છે. રોજગારીની, આવકની અને ભવિષ્યની અનિશ્ચિતતાએ મધ્યમવર્ગને હતાશામા ધકેલી દીધો છે. આ સ્થિતિનો જો સૌથી વધુ લાભ કોઇએ ઉઠાવ્યો હોય તો તે ગુજરાના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી છે. મોદીએ મધ્યમવર્ગ સમક્ષ એવુ ચિત્ર ઉભુ કર્યુ કે હું તમારો ભગવાન છુ અને હું જ તમને આ સ્થિતિમાથી બચાવીશ. જેમ રણમા ભટકેલુ હરણ તરસથી તલપાપડ થઇને પોતાની સમજણ શક્તિ ગુમાવી બેસે છે અને મૃગજળ પાછળ દોટ લગાવે છે તેમ આ દેશનો મધ્યમવર્ગ પણ મોદીના મૃગજળમા ફસાયો છે. સેમિનારમાં હાજર રહેલા જવાહરલાલ નહેરૃ યુનિવર્સિટી ન્યુ દિલ્હીના પોલિટિકલ ઇકોનોમિક્સના પુર્વ પ્રાધ્યાપક પ્રો.ઘનશ્યામ શાહે વાતચીત દરમિયાન ઉપરોક્ત વાત જણાવી હતી.

તેઓએ પોતાની વાતને સમજાવતા કહ્યુ હતુ કે મધ્મવર્ગને સતત અનિશ્ચિત આપદાઓનો ભય રહેતો હોય છે. કુંટુંબમા આવેલી કોઇ મોટી બિમારી પણ તે પરિવારને ગરીબીમા ધકેલવા સક્ષમ હોય છે. આ વર્ગને ના તો આવકની ગેરંટી હોય છે કે ના તો નોકરીની. કેમ કે મધ્યમવર્ગના મોટાભાગના લોકો અનઓર્ગેનાઇઝ્ડ સેક્ટરમા કામ કરે છે. હવે તો ગુજરાતમા સરકારી નોકરીઓ પણ કોન્ટ્રાક્ટ પર થઇ ગઇ છે. એટલે આ વર્ગ પોતાના ભવિષ્ય અંગે હંમેશા અનિશ્ચિત હોય છે એટલે લાંબાગાળાના આયોજનો કરી શક્તો નથી. આ સ્થિતિ ઉભી થવાનુ કારણ આઝાદી બાદ લેવાયેલા કેટલાક આર્થિક નીતિ વિષયક કારણો છે.

હાલમા દેશમા જ્યારે આર્થિક સ્થિતિ મજબુત નથી અને મધ્યમવર્ગ હતાશામા છે ત્યારે મોદી અચાનક પ્રગટ થયા અને ગુજરાતમા કરોડોનુ રોકાણ આવ્યુ છે માટે લાખો લોકોને રોજગારી મળી જશે. રાજ્યમા ચારે તરફ ખુશહાલી છવાઇ જશે તેવુ ચિત્ર ઉભુ કર્યુ છે. સામાન્ય સમજથી પણ વિચારીએ તો કરોડોનુ રોકાણ કરનાર કંપનીઓના પ્લાન્ટ ઓટોમેટિક હોવાના એટલે તેમા મેનપાવરની ઓછી જરૃર હોય છે.

બીજુ કે દરેક કંપની પોતાના નફા માટે મેનપાવર ઘટાડવાના મતના જ હોય છે. પણ હતાશામા ધકેલાયેલ મધ્મવર્ગની ભણેલી ગણેલી યુવા પેઢી આ સામાન્ય બાબત વિચારી નથી શક્તિ. કેમ કે જેમ ડુબતો માણસ તરણુ પકડે તેમ મધ્મવર્ગને મોદીના પ્રોપોગેન્ડામા આશાનુ કિરણ નજર આવી રહ્યુ છે. મારૃ અંગત રીતે એવુ સ્પષ્ટ માનવુ છે કે જો મોદી કદાચ પ્રધાનમંત્રી બની પણ જાય તો ત્રણ વર્ષમા દેશને ખબર પડી જશે કે તેમણે બતાવેલી આર્થિક જાહોજહાલીનુ તળાવ ખરેખર મૃગજળ હતુ.