ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 30 જુલાઈ 2015 (11:19 IST)

ધરોઈ ડેમમાંથી દોઢ લાખ ક્યુસેક પાણી છોડાયું

ડેપ્યુટી મ્યુનિ. કમિશનર આઇ.કે. પટેલ કહે છે, ‘અગાઉ ધરોઇ ડેમમાંથી ૮૩,૦૦૦ ક્યુસેક પાણી છોડાયું હતું, પરંતુ સવારે નવ વાગ્યે વધારાનું પાણી છોડાયું છે. જેના કારણે ધરોઇ ડેમમાંથી કુલ છોડાયેલું પાણી દોઢ લાખ ક્યુસેક થયું છે. ધરોઇ ડેમનું પાણી અમદાવાદ બપોરે ચાર વાગ્યે આવી પહોંચે તેવી શક્યતા છે. જોકે તંત્ર કોઇ પણ સ્થિતિનો સામનો કરવા પૂરતું સજ્જ છે.’

વાડજના રામાપીરના ટેકરા વિસ્તારના લોકોને સાવધાન કરાયા

ધરોઇ ડેમમાંથી દોઢ લાખ ક્યુસેક પાણી છોડાતાં વાડજના રામાપીર ટેકરા વિસ્તારના લોકોને પણ ફાયરબ્રિગેડ દ્વારા સવાધાન કરાયા છે. આ વિસ્તાર માટે ફાયરબ્રિગેડે એક ગાડીની પણ વ્યવસ્થા કરી છે.

એકસાથે ૭ર વ્યક્તિને બચાવવાની ફાયરબ્રિગેડની ક્ષમતા છે
ન કરે નારાયણ અને સાબરમતીમાં પૂર આવે અને પૂરનાં પાણી આસપાસના કાંઠા વિસ્તારમાં ફરી વળે તો તેવા સંજોગોમાં એકસાથે ૭ર વ્યક્તિને બચાવવાની ફાયર બ્રિગેડની ક્ષમતા છે. દસ્તૂર કહે છે, ફાયરબ્રિગેડ પાસે એક ડઝનથી વધારે રેસ્ક્યૂ બોટ છે.

પૂરની ‌સ્થ‌િતિમાં ટાગોરહોલ મ્યુનિ. મધ્યસ્થ કંટ્રોલરૂમ નંબર
૦૭૯-૩ર૯૮ર૪પ૭
૦૭૯-૩ર૯૮ર૪પ૮
૦૭૯-૩ર૯૪૩૦૪૮

નદીના કિનારાનાં ૩પ ગામોમાં એલર્ટઃ રાજકુમાર બેનિવાલ
હિંમતનગરના લાકરોડા વીવરમાંથી ૪૦,૦૦૦ ક્યુસેક પાણી છોડાતાં સાબરમતી નદી બે કાંઠે ઉછાળા મારી રહી છે. જેના કારણે કિનારાના ગામો જેવા કે કરજણ, બાકરોલ, વિશાલપુર વગેરેમાં એલર્ટ જાહેર કરાયું છે. દરમિયાન અમદાવાદ જિલ્લા કલેકટર રાજકુમાર બેનિવાલ કહે છે કે નદી કિનારાનાં ૩પ ગામમાં એલર્ટ જાહેર કરાયું હોઇ આ ગામોમાં લોકોના સ્થળાંતર માટે પ્રાથમિક શાળામાં વ્યવસ્થા કરાઇ છે તેમજ ફૂડ પેકેટ વગેરેની પણ વ્યવસ્થા કરાઇ હોઇ તંત્ર પૂર્ણપણે સજ્જ થાય છે