શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 28 મે 2015 (14:42 IST)

ધોરણ 12 સાયંસ પરિઁણાૢમ - એલઆઈસી એજંટ અને કંડક્ટરના દિકરા બન્યા ટોપર

કંડક્ટર અને એલઆઈસી એજંટના દીકરાઓ 12 બોર્ડમાં પિતાનુ નામ રોશન કર્યુ 
 
આજે ધોરણ 12 સાયંસનુ પરિણામ આવી ગયુ છે. આ વખતે ગુજરાતનાં ટોપરોમાં છોકરાઓએ બાજી મારી છે. 
 
બે જોડિયા ભાઈઓની અનોખી કહાની - બે જોડવા ભાઈઓ લવ દીપેશ પટેલ અને કુશ દીપેશ પટેલના 94 ટકા અને 92 ટકા આવ્યા છે. આ બંને વચ્ચે પ્રેમ તો કુદરતી છે જ પણ બંને વચ્ચેની સમાનતા જાણીને તમને આશ્ચર્ય થશે. આ બંને ભાઈઓ બાળપણથી એક જ શાળામાં ભણ્યા છે. તેમને વજન એક જ જેવુ છે અને એક જ બલ્ડ ગ્રુપ છે.  બંનેયે આગળ એક જ કોલેજમાં પ્રવેશ લેવાનું નક્કી કર્યુ છે. તેમના પિતા એલઆઈસી એજંટ છે.  
 
કંડક્ટરનો પુત્ર બનશે ડોક્ટર - બીજા એક ટોપર એ એક કંડક્ટરનો છોકરો છે. પટેલ વિશાલ નરેશભાઈ. બાયોલોજીમાં 94 ટકા આવ્યા છે.  10માં તેના 90 ટકા હતા. તે ડોક્ટર બનવા માંગે છે. રોજનું 9 કલાકનું વાચન હતુ. પિતા કંડક્ટર હોવા છતા અભ્યાસમાં કોઈ મુશ્કેલી ઉભી થવા દીધી નહોતી. તેમને તેમની શાળાએ પણ ખૂબ મદદ કરી હતી.