શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મહેસાણા: , મંગળવાર, 9 ફેબ્રુઆરી 2016 (16:07 IST)

પટેલો ઠાકોર કોમ વચ્ચે દંગલ

મહેસાણાના ગોઝારીયા ગામે માત્ર સ્કૂલના બાળકો વચ્ચેની નાની બાબતને લઇને પટેલો અને ઠાકોરો વચ્ચે મોટી બબાલ થઇ ગઇ હતી. બંને સમાજના લોકો તલવારો અને ધોકાઓ લઇને સામસામે આવી ગયા હતા. એકઠા થયેલા ટોળાઓએ બસસ્ટેંડ નજીક આવેલા શોપિંગ પરના કાચ તોડી નાંખ્યા હતા અને પાર્કિંગમાં ઉભેલા કાર અને બાઇકની તોડફોડ કરી નાંખી હતી. આ ઘટનાની જાણ થતાં મહેસાણા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી. બંને સમાજના ગુસ્સેભરાયેલા લોકોના ટોળાઓએ પોલીસ જીપ અને વાન પર પણ પથ્થર મારો કર્યો હતો. પરિસ્થિતિને જોતા પોલીસે હાલતને કાબૂમાં લેવા માટે ટીયરગેસના શેલ છોડ્યા હતા. જેના પછી ગોઝારીયાની પરિસ્થિતિ કાબૂમાં આવી હતી.

ગોઝારીયાની એમ.કે. પટેલ હાઇસ્કૂલમાં ચાલી રહેલી ધોરણ 10ની પરિક્ષામાં ઠાકોર સમાજના છોકરાને પટેલ સમાજના છોકરાએ ઉત્તરવહિમાં જોવાની ના પાડતાં ઠાકોર સમાજનો યુવાન ઉશ્કેરાઇ ગયો હતો. પેપર પૂર્ણ થયા પછી ઠાકોર સમાજ અને પટેલ સમાજના યુવાનો વચ્ચો બોલાચાલી થઇ હતી. જને પછી ઠાકોર સમાજના લોકો સમાધાન માટે પહોંચ્યા હતા અને ત્યારે બંને જૂથો વચ્ચે ફરી મામલો બીચક્યો હતો. જેમાં ગામના બાઇક, કાર અને શોપિંગ મોલને તોડીફોળી નાંખવામાં આવ્યા હતા.
ઠાકોર સમાજના યુવાનો પર હુમલો થાયાની વાત પવનની જેમ ફેલાઇ જતા આસપાસ ગામોના 300થી વધારે લોકો ખુલ્લી તલવારો અને ધોકા લઇને ગોઝારીયા આવી પહોંચ્યા હતા. આ ટોળાએ ગોઝારીયાની દુકાનો બંધ કરાવીને વાતાવારણ તંગ બનાવાનો પ્રાયસ કર્યો હતો. પરંતુ પોલીસ તાત્કાલિક ઘટના પર આવી પહોંચતાં મામલો ઠાળે પાડ્યો હતો.