શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 24 નવેમ્બર 2014 (14:03 IST)

પતંગ દ્વારા સમાજમાં કેન્સર રોગ અંગે જાગૃતિ ફેલાવાશે

ઉતરાયણને બે મહિનાની વાર છે ત્યારે શહેરના બે જાગૃત નાગરિકોએ પતંગ દ્વારા સમાજમાં કેન્સર રોગ અંગે જાગૃતતા ફેલાવવા મન બનાવ્યું છે.

લ્યુકેમિયા અને થેલેસેમિયા જેવી બીમારીમાં સપડાયેલા લોકોને તંદુરસ્ત વ્યક્તિના બૉનમેરો મળે તો બીમાર વ્યક્તિને નવું જીવન આપી શકાય છે. ચાલુ વર્ષે જુલાઈ મહિનામાં શહેરમાં બૉનમેરો ડોનર રજિસ્ટ્રીનીનો આરંભ થયો. જેમાં ૨૦૦ જેટલા સ્વેચ્છિક બૉનમેરો ડોનર નોંધાયા છે. તેમજ ફિલ્મ અભિનેતા અને સાંસદ પરેશ રાવલને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે.

બીજી તરફ ઈકલાબભાઈ બેહલી અને સંદીપ ઠક્કર સાથે મળી આ ઉતરાયણ દરમિયાન સ્વેચ્છિક બૉનમેરો ડોનર બનવાનો મેસેજ પ્રિન્ટિંગ કરેલા ૪૦ હજાર પતંગો બનાવશે અને નિ:શુલ્ક વહેંચશે. આ બંને વ્યક્તિ દર વર્ષે કેન્સર જાગૃતી માટે પતંગો તૈયાર કરાવે છે. આ વખતે પતંગ પર 'બૉનમેરો દાતા તરીકે નોંધણી કરાવો અને જીવલેણ લોહીના રોગથી પીડાતા દર્દીનું જીવન બચાવવાની પ્રતીક્ષા કરો' નો મેસેજ પ્રિન્ટ કરાવશે.