શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદ, , શુક્રવાર, 28 ઑગસ્ટ 2015 (15:59 IST)

પશ્ચિમ અમદાવાદનાં નારણપુરા, ઘાટલોડિયા તેમજ વાડજ વિસ્તારમાં કરફ્યુ હટાવાયો

શહેરમાં ફાટી નીકળેલાં તોફાનોને લઈ પોલીસે શહેરનાં નવ વિસ્તારોમાં અનિશ્ચિત સમય સુધી કરફ્યુ લાદી દીધો હતો. જોકે હવે પશ્ચિમનાં નારણપુરા, ઘાટલોડિયા તેમજ વાડજ વિસ્તારમાં બે િદવસ બાદ શાંતિનો માહોલ સર્જાતાં પોલીસે આ વિસ્તારમાંથી સંપૂર્ણપણે કરફ્યુ હટાવી લીધો છે. જ્યારે પૂર્વ વિસ્તારમાં કરફ્યુને યથાવત રખાયો છે.

શહેરના બાપુનગર, નિકોલ, રામોલ, ઓઢવ, નરોડા, કૃષ્ણનગર, ઘાટલોડિયા, નારણપુરા અને વાડજ વિસ્તારમાં પોલીસે મંગળવારે મોડી રાત્રે કરફ્યુ લાધ્યો હતો. જેમાં બીજા િદવસે કરફ્યુ બાદ પણ હિંસાના બનાવો વધ્યા હતા અને તોફાનો વધુ વકરતાં પેરામિલિટરી ફોર્સ અને આર્મી બોલાવવાની ફરજ પડી હતી. આ વિસ્તારોમાં આર્મી અને પેરામિિલટરી ફોર્સ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આર્મી શહેરમાં બોલાવાતાં શહેરમાં શાંતિ સ્થપાઈ હતી.  પશ્ચિમ વિસ્તારમાં ઘાટલોડિયા, નારણપુરા તેમજ વાડજમાં એક પણ અનિચ્છનીય બનાવ ન બનતાં જનજીવન રાબેતા મુજબ થતાં આજે વહેલી સવારે આ વિસ્તારોમાંથી પોલીસે કરફ્યુ હટાવી લીધો હતો. પૂર્વ વિસ્તારમાં બાપુનગર ઈન્ડિયા કોલોની ચાર રસ્તા નજીક ગઈ કાલે ટોળાંએ એક બસને આંગ ચાંપી દીધી હતી. 

ઉપરાંત રામોલનાં વસ્ત્રાલ રિંગ રોડ પર બટાકા ભરીને જતી ટ્રકને પાંચ શખસોએ રોકી તેમાં આગ લગાવી દીધી હતી. પૂર્વ વિસ્તારમાં તોફાનો દરમિયાન ચાર વ્યક્તિઓનાં મોત નીપજતાં તે વિસ્તારમાં હજુ સુધી અજંપાભરી શાંતિનો માહોલ છવાયેલો હોવાથી પોલીસે ત્યાં કરફ્યુ યથાવત્ રાખ્યો છે.

ગત મંગળવારની સાંજથી શહેરભરમાં ફાટી નીકળેલાં તોફાનોને પગલે આજે ત્રીજા દિવસે પણ એએમટીએસ અને બીઆરટીએસ બસ સર્વિસ પૂર્વવત થઇ શકી નથી. આજે એએમટીએસના પપ રૂટમાં ૩૮૦ બસ રોડ પર શરૂ કરાઇ છે. એએમટીએસના ચેરમેન બાબુલાલ ઝડફિયા કહે છે કે, "આજે શહેરના વધુ વિસ્તારોમાં શાંતિ સ્થપાતાં સવારની પહેલી પાળીમાં પપ રૂટમાં ૩૮૦ બસને રોડ પર મૂકી શકાઇ છે. દિવસ દરમિયાન પોલીસની સૂચનાના આધારે વધુ બસને રોડ પર ફરતી કરવાના અમારા પ્રયાસ રહેશે."

અત્રે ઉલ્લેખનીય છે કે એએમટીએસના કુલ ૧૬પ રૂટ હોઇ દરરોજની આશરે ૭પ૦ બસ રોડ પર મુકાય છે. એટલે આજે પણ ઉતારુઓને બસના મામલે હાલાકી ભોગવવી પડશે તે બાબત નિશ્ચિત છે. એએમટીએસને ગઇ કાલે માંડ રૂ.૧.પ૦થી ર.૦૦ લાખની આવક થઇ હતી. એટલે આવકના મામલે  જ તંત્રને અત્યાર સુધીમાં રૂ.૮૦ લાખથી વધુનો ફટકો પડી ચૂકયો છે. 
દરમિયાન બાપુનગરમાં તોફાની ટોળાંએ એક પ્રાઇવેટ ઓપરેટરની બસને આગ ચાંપી હતી. અગાઉ બે બસને ટોળાંએ આગને હવાલે કરી હોઇ આ બંને બળેલી બસને ડેપો પર પરત લેવા આ બસ મોકલાઇ હતી. જેને પણ ઉપદ્રવીઓએ ટાર્ગેટ બનાવી હતી.